News of Tuesday, 1st July 2025
ચરાડવા મહાકાલી આશ્રમ સહીત ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર આરોપી ઝડપાયા : ૨.૯૧ લાખનો મુદામાલ જપ્ત.
ત્રણ આરોપીનો ગુનાહીત ખુલ્યો, મોરબીથી છોટા ઉદેપુર સુધી પોલીસ ચોપડે ચડી ચુક્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હળવદના ચરાડવા ગામના મહાકાલી આશ્રમના મંદિર તેમજ ધ્રાંગધ્રા અને વસ્તડી મેલડી માતાજીના મંદિર સહીત ત્રણ મંદિરમાં ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લઈને પોલીસે ૨,૯૧,૦૦૫ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.
મોરબીના ઉમા ટાઉનશીપ પાસેની ગીરીરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ અજાણ્યા ચોર શકશો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ જુનના રાત્રીથી તા. ૨૪ જુનના વહેલી સવારના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં ચરાડવા ગામે આવેલ મહાકાલી આશ્રમમાં અંદર આવેલ કાળ ભૈરવ મંદિર અને મહાદેવ મંદિર એમ બંને મંદિરની અલગ અલગ દાનપેટીમાં રાખેલ રોકડ રૂ ૫૨,૦૦૦ ની ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી જે અંગે એલસીબી ટીમ તપાસ ચલાવતી હોય દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હળવદ ફૂલ જોગણી મેલડી માતાજીના મંદિર બાજુમાં આવેલ ખરાબમાં મહેશ દેવીપુજક ઝુપડામાં ચાર ઈસમો હાજર છે અને ચારેય ઈસમો ચરાડવા ખાતે મહાકાલી આશ્રમ મંદિરમાં ચોરી કરવામાં સામેલ હતા જેથી તપાસ કરતા ઝુપડામાંથી આરોપી મહેશ રાજુ ધધાણીયા, પરબત નાજા સરૈયા, પ્રતાપ ત્રિભોવન ઉર્ફે તભા ધનાભાઇ દેવીપુજક અને ચેતન ઉર્ફે ચેતલો પરબત ઉર્ફે પ્રભાત ઉર્ફે ચોટલો સમજુ જાગરીયા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે.
ચાર આરોપીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૫,૫૦૫, ખોટી ધાતુના હાર નંગ ૫ કીમત રૂ ૧૦૦૦, સોનાની નથળી સેર વાળી નંગ ૦૧ કીમત રૂ ૪૪,500 અને ફોર્ડ ગાડી જીજે ૧૨ એકે ૭૭૩૧ કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૨,૯૧,૦૦૫ નો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપી પૈકી પરબત સરૈયા વિરુદ્ધ રંગપુર છોટા ઉદેપુરમાં એક, આરોપી મહેશ વિરુદ્ધ હળવદ અને મોરબીમાં બે તેમજ આરોપી પ્રતાપ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકમાં બે ગુના નોંધાઈ ચુક્યા છે ત્રણ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
