<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મોરબીના નાગડાવાસના પાટિયા નજીક ટ્રેઇલરમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો.

પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલકને ઝડપી લઈને વાહન સહીત ૧૧.૨૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નાગડાવાસ ગામના પાટિયા નજીકથી ટ્રક ટ્રેઇલરમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે પોલીસે ટ્રક ચાલકને ઝડપી લઈને વાહન સહીત ૧૧.૨૪ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-માળિયા હાઇવે પર નાગડાવાસ ગામના પાટિયા પાસેથી ટ્રક ટ્રેઇલર આરજે ૫૨ જીએ ૯૩૫૪ વાળાને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી દારૂની ૪૮ બોટલ અને બીયરના ૧૪૪ ટીનનો જથ્થો મળી આવતા દારૂ-બીયર કીમત રૂ ૧,૧૪,૭૨૦, મોબાઈલ કીમત ૧૦,૦૦૦ અને ટ્રક સહીત કુલ રૂ ૧૧,૨૪,૭૨૯ નો મુદામાલ જપ્ત કરી આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુંસિંગ રોડાસિંગ કાઠાત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે.


 

(11:22 PM IST)