તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd July 2025
મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે જન્મદિનની ઉજવણી કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ રાઘવજીભાઈ ગડારાએ કોઈ તામ જામ કે ભપકાથી જન્મદિનની ઉજવણી કરવાને બદલે જ્યાં નાની નાની અંદાજે 100 જેટલી દીકરીઓ રહે છે તેવા મોરબીના વિકાસ વિદ્યાલય ખાતે દીકરીઓને ભાવતા ભોજન જમાડી પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી.
પ્રાર્થના અવનવી વાતો કરી દીકરીઓએ સહુના મન મોહી લીધા હતા. અને કેક કાપતી વેળાએ હેપ્પી બર્થડેની શુભકામના સાથે રાઘજીભાઈને દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી.
આ તકે રાઘવજીભાઈના ધર્મપત્ની માણેકબેન ભાઈ બાબુભાઇ ગડારા સહિતના તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખુશીની આ પળો જીવનનું એક યાદગાર સંભારણું બની ગઈ હતી
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
