તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
કચ્છમાં ગાગોદર પાસે ૨૨ લાખનો દારૂ ઝડપાયો
કેરા (ભુજ) પાસે બે વખત , એક વખત સામખિયાળી પાસે અને હવે ફરી ગાગોદર પાસે એમ દસ દિવસમાં લાખોનો દારૂ ઝડપાયો :સફેદ કલરની માટી તેમજ પથ્થરના નાના મોટા ટુકડાઓની આડમાં હેરાફેરી : વાઘેલાની ધરપકડ : અન્ય શખ્સોની શોધખોળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: કચ્છ રાધનપુર હાઇવે ઉપર ગાગોદર પોલીસ સ્ટેશન ના પીઆઈ વી.એ.સેગલ તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગ માં હતા ત્યારે ખટલાવાંઢની સીમમા એક ઇગ્લીશદારૂ ભરી ટ્રક આવેલ છે તેવી હકીકત જાણવા મળી હતી. તેના આધારે RJ-૦૬-GD-૮૪૨૩ તથા બોલેરો પીકઅપ ડાલુ GJ-૧૨-BZ-૨૪૫૩ વાળા ઉભેલ ચેક કરતા જેમા સફેદ કલરની માટી તેમજ પથ્થરના નાના મોટા ટુકડાઓથી ભરેલ જોવામા આવેલ જે માટીની આડમા આગળના ભાગે જોતા સફેદ કલરની પ્લાસ્ટીકના કોથળાઓમા દારૂના ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ ભરેલ હોઈ તેમજ બોલેરો પીકઅપ ડાલામા પણ સફેદ કલરની પ્લાસ્ટીકના કોથળાઓમા દારૂના ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ ભરેલ હોઈ જે વિદેશી દારૂની બોટલો મળી આવતા ગાગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.
કબ્જે કરેલ મુદ્દામાલઃ ૧૮૦ મીલીની બોટલો નંગ-૪૮૪૮ કુલ્લ કિ.રૂા.૧૪,૫૪,૪૦૦/ (૨) વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવર જે ડીસ્ટીલેટ બ્લેન્ડેડ એન્ડ બોટલ્ડ બાય ગ્લોબસ સ્પીરીટ લીમીટેડ ફોર સેલ ઇન રાજ્સ્થાન ઓન્લી ૧૮૦ મીલીની કાચની કંપની શીલબંધ બોટલો નંગ-૨૩૦૪ કુલ્લ કિ.રૂા.૬,૯૧,૨૦૦/ (૩) ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/(૪) બોલેરોની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/ (પ) મોબાઈલ ફોન કિ.રૂ.૫૦,૦૦૦/કુલ મુદામાલ કિ.રૂ.૩૬,૯૫,૬૦૦/ છે.
પકડાયેલ આરોપીઓઃ (૧) હિતેન્દ્રસીંહ ઉર્ફે હિતુભા જોરૂભા વાઘેલા રહે.મકાન નં.૩૪,ભોલેનાથ સોસાયટી, દબડા વિસ્તાર, અંજાર મુળ રહે.કિડીયાનગર તા.રાપર ઝડપાયો હતો. જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓમાં (૧) પકારામ રહે.રાજસ્થાન (માલ મોક્લનાર), (૨) ઓમદાન ગઢવી રહે.ભારતનગર ગાંધીધામ (માલ મંગાવનાર મારફતે) અને (૩) વિજય ઠાકોર અંજાર (૪) નિલેષ ઉર્ફ ફાગો પ્રભુભાઈ રહે.કિડીયાનગર (૫) અશ્વિન ડાંગર રહે. અંજાર (૬) ટ્રક વાહન નં.RJ-૦૬-GD-૮૪૨૩ વાળીનો ચાલક તથા (૭) ટ્રક વાહન નં.RJ-૦૬-GD-૮૪૨૩ વાળીનો ક્લીનર છે.
આ કામગીરીમા પોલીસ ઈન્સપેક્ટર વી.એ.સેંગલ પોલીસ હેડ કોન્સ. અમરસીંગ રમણભાઈ, પોલીસ કોન્સ. જેઠાભાઈ કિસાભાઈ મુસાર, પોલીસ કોન્સ. મહાવીસિંહ ચંદુભા જાડેજા, પોલીસ કોન્સ. મુકેશકુમાર મોતીલાલ સાંખલા જોડાયા હતા. (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
