<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બાવળા પાસે પોણા બે લાખનો દારૂ માહીતકાર ઝડપાઈ ગઈ

લીંબડી, સાયલા અને બાવળા પંથકના બુટલેગર ઝડપાયા

બગોદરા, તા.૩: બાવળા નજીક મેલડી માતાના મંદિર પાસેથી રૂ.૧.૮૦ લાખના દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસે દારૂના જથ્‍થા સાથે લીંબડી, સાયલા અને બાવળા પંથકના બુટલેગર ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા પોલીસને બાતમી મળી હતી કે સાણંદ-બાવળા રોડ પરથી એક ક્રેટા કાર પસાર થવાની છે અને જેમાં વિદેશી દારળ ભરેલો છે. જેના આધારે બાતમી વાળી કાર પસાર થતા તેને રોકાવી તપાસ કરતા તેમાંથી દારૂ-બિયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસની ટીમે દારૂ-બિયરની ૧૨૭૫ બોટલ (કિં.રૂ.૧,૮૦,૬૨૫) અને કાર (કિં.રૂ.પાંચ લાખ) એમ કુલ ૬,૯૩,૫૨૫ રળપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ બુટલેગર પ્રભુભાઈ ધુડાભાઈ મેણીયા (કોળી પટેલ )(રહે.નટવરગઢ સ્‍વામિનારાયણ મંદિરની શેરી, લીંમડી), ઘનશ્‍યામભાઈ ગોબરભાઇ દોદરિયા (રહે.મઢાદ,તા.સાયલા) અને અલ્‍પેશભાઈ દલપતજી ઠાકોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. 

(10:32 AM IST)