<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

બલદાણા પાસે હાઇવે ઉપર ટ્રાવેલ્‍સની બસમાં સીટ નીચે બનાવેલ ગુપ્‍ત ખાનામાંથી સવાચોૈદ લાખનો દારૂ કબ્‍જે

ત્રણ રાજસ્‍થાની ઝડપાયા જામનગરના બે શખ્‍સો અનો વાહન ચાલક તથા માલિક હજુ ફરાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૩: સુરેન્‍દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટિયા પાસેથી  એક ટ્રાવેલ્‍સ બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્‍થો પકડ્‍યો છે.

બસમાં સીટ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીની ૬૪૯ બોટલ અને રોયલ સ્‍ટગ સુપીરિયર વ્‍હીસ્‍કીની ૩૯૨ બોટલ મળી આવી છે. કુલ ૧૦૪૨ બોટલની કિંમત ૧૪.૩૩ લાખ રૂપિયા છે. પોલીસે બસ, મોબાઇલ ફોન સહિત કુલ ૨૭.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે રાજસ્‍થાનના ત્રણ આરોપીઓને પકડ્‍યા છે. જેમાં બાબુલાલ બિશ્નોઇ, મોટારામ ચૌધરી અને અશોક માંજુનો સમાવેશ થાય છે. જ્‍યારે જામનગરના મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, એક અજાણ્‍યો પિકઅપ ડ્રાઇવર અને બસના માલિક હજુ ફરાર છે.

આ કામગીરી એલસીબી ઇન્‍સ્‍પેક્‍ટર જે.જે. જાડેજા અને પીએસઆઇ જે.વાય. પઠાણની આગેવાની હેઠળ કરવામાં આવી છે. પોલીસે વઢવાણ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન એક્‍ટ હેઠળ ગુનો નોંધ્‍યો છે. 

(10:38 AM IST)