તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
પોરબંદરમાં ‘‘સમુદ્રના ફેફસા''તરીકે ઓળખાતા ચેર વૃક્ષના રોપાનું ખાડી કાંઠા ઉપર વાવેતર
ચેરના વૃક્ષો દરિયાઇ પર્યાવરણ જાળવવામાં ખુબ ઉપયોગી

(પરેશ પારેખ દ્વારાા પોરબંદર તા.૩: સમુદ્રના ફેફસા તરીકે ઓળખાતા ચેર વૃક્ષોના રોયા ઓનું દરિયાઇ ખાડી કાંઠા વિસ્તારમાં આંતરરાણય સહકાર વર્ષ-૨૦૨૫ ઉજવણીના કાર્યક્રમ હેઠળ વાવતેર કરવામાં આવ્યું હતું.
આંતરાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતગત હર્ષસાગર મત્સયોધોગ સહકારી મંડળી લિ. અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના સંયુકત ઉપક્રમે જિલ્લાના ખાડી વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના ચેરના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વાવેલ ચેરના રોપાઓની માવજત શ્રી હર્ષસાગર મત્સ્યોદ્યોગ મંડળીના ચેરમેન શ્રી અરવિંદભાઈ પાંજરી દ્વારા અંગત રીતે કરવામાં આવી રહી છે, જે સહકારમંડળીઓ માટે પ્રેરણાસ્પદ ઉદાહરણરૂપ છે.
ચેરના વળક્ષો દરિયાઈ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચેરના જંગલો ‘‘સમુદ્રના ફેફસા'' તરીકે ઓળખાતા હોવાથી તે દરિયાઈ પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે સહકાર વિભાગ દ્વારા ચેર વળક્ષોની પસંદગી પ્રોજેકટની વિચારપૂર્વક કરવામાં આવી છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
