<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વડિયા-કુંકાવાવમાં ૧, માંગરોળ-ગિરનાર પર્વત ઉપર અડધો ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળીયુ વાતાવરણ યથાવતઃ હળવો-ભારે વરસતો વરસાદ

 

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મેઘાવી માહોલ યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે. આજે પણ અમરેલી જીલ્લાનાં વડિયા - કુંકાવાવમાં ૧ ઇંચ, માંગરોળ અને ગિરનાર પર્વત ઉપર અડધો ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા ર૪ કલાકમાં જામનગર જીલ્લાનાં જામજોધપુર, જોડીયા, બાબારા, લાઠી, લીલીયા, અમરેલી, સાવરકુંડલા, ખાંભા, ખંભાળીયા, ભાણવડ, રાજકોટમાં હળવા- ભારે ઝાપટા પડયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :

આજે સવારે જૂનાગઢના ગિરનાર પર અને માંગરોળમાં વધુ અર્ધો ઈંચ વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે અન્‍ય વિસ્‍તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં બુધવારે દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવ્‍યા બાદ આજે પણ સવારથી મેઘરાજાએ મહેર વર્ષાવાનું શરૂ કર્યું હતું. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે ઙ્કારંભિક બે કલાકમાં ૧૦ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું. જ્‍યારે ગિરનાર તળેટી ભવનાથ વિસ્‍તારમાં પણ સવારે મેઘરાજા મહેરબાન થયા હતા.

જુનાગઢ શહેરમાં પણ સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોય વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જેના પગલાં સવારનો લઘુતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી રહ્યું હતું ગઈકાલની માફક આજે પણ સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૫ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૯.૫ કિમીની રહેવા પામી હતી.

ગિરનાર પર્વતની માફક આજે સવારે માંગરોળ અને તેના દરિયાઈ વિસ્‍તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બુધવારની જેમ આજે પણ સવારે માળીયા પંથકમાં મેઘરાજાએ મહેર વલસાવતા વધુ બે મીમી વરસાદ થયો હતો. જ્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં સવારથી મેઘાવી માહોલ હોય આજે પણ દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. જામનગર જીલ્લાના જામજોધપુર અને જોડીયામાં હળવા-ભારે ઝાપટા પડયા છે. (પ-૮)

(10:52 AM IST)