તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
વાંકાનેરના મુખ્ય માર્ગો ખાડા માર્ગ બન્યાઃ સ્ટ્રીટ લાઇટો ચાર દિ'થી બંધ રહેતા અંધારપટઃ તંત્ર દ્વારા અવગણનાથી રો

ષ
વાંકાનેર તા. ૩ :.. વાંકાનેર નગરપાલીકા વિસ્તારના મેઇન રસ્તા ખાડા માર્ગ બની ગયા છે. જયારે નગરપાલીકાની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ચાર દિવસોથી ૯૦ ટકા બંધ હોઇ, રાત્રે અંધારપટ જોવા મળી રહ્યો છે.
દાણાણીઠ ચોકથી સ્ટેચ્યુ અર્થાત કોલેજ સુધીનો રસ્તો હાલ અતિ બિસ્માર છે. જેની તંત્ર દ્વારા ઘણા સમયથી અવગણના થઇ રહી છે ત્યાં હવે શહેરના અન્ય રસ્તાઓ પણ હવે બિસ્માર બની રહ્યા છે. ભારે વાહનોની અવર જવરના કારણે, જીનપરા હાઇવે હાઇવે રોડ, પોલીસ સ્ટેશન વાંઢા લીમડા ચોક, દાણાપીઠ ચોકમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. દાણાપીઠથી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીના બિસ્માર રોડને કારણે ત્યાં દરરોજ અકસ્માતોની પરંપરા જોવા મળી રહી છે.
નગરપાલીકાના સત્તાધીશો આ બધુ નજરે જુએ છે છતાં લોકોની, સભ્યોની ફરીયાદો ધ્યાને લેતા નથી. શહેરભરની ભુગર્ભ ગટરો છાશવારે છલકાઇ ને રોડ પર તેની ગંદકી ફેલાય છે. જેને કારણે રોગચાળાનો ભય ઝળુંબે છે.
શહેરભરમાં સોશ્યલ મીડિયા જેવા કે ભાટી એન. તેમજ પ્રિન્ટ મીડીયા આ તકલીફોને વાચા આપી રહ્યા છે. છેલ્લે નાયબ કલેકટરને આવેદન આપવા માટે કોંગ્રેસના સદસ્યો પીરઝાદા સાથે ગયા હતા પણ તંત્ર કાંઇ ધ્યાન આપતુ નથી.
હાલમાં ચાલી રહેલા મોહર્રમના પર્વ ટાણે જ શહેરના વધુ ભાગોમાં અંધારપટ હોઇ, પાલીકા તંત્ર ધ્યાન આપશે? કે પછી આ બાબતે કલેકટરશ્રીને ઘટતું કરશે? કલેટકરશ્રીને ફોન પર આ બાબતો એ માહિતગાર કર્યા બાદ તેઓશ્રી આગામી આઠમી જુલાઇએ વાંકાનેર આવશે અને ફરીયાદોનું નિરાકરણ લાવશે તેવી તેઓએ ખાત્રી આપી હતી.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
