તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
જૂનાગઢના ચોકી નજીક ૨ કાર સામસામે અથડાતા યુવકનું મૃત્યુ
અકસ્માતથી મૃતક યુવકના પત્ની, પુત્રને ઇજા થતાં સારવારમાં ખસેડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૩: જુનાગઢના ચોકી ગામ પાસે ૨ કાર સામસામે અથડાતા ૧ યુવકનું મળત્યુ નિપજ્યું હતું અને તેના પત્ની, પુત્રને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની વિગતો એવી છે કે, જુનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે આવેલ પુલનું કામ ચાલી રહ્યું છે અને પુલ પરનો રસ્તો એક તરફી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બુધવારે સાંજે રાજકોટ તરફથી આવી રહેલી જીજે ૦૩ ઇસી ૨૮૨૨ નંબરની કાર અને જૂનાગઢથી રાજકોટ તરફ જઈ રહેલી જીજે ૧૧ સીએલ ૯૪૯૮ નંબરની કાર પુલ સામસામી અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ૯૪૯૮ નંબરની કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર ૪૫ વર્ષીય હિમાંશુભાઈ ભટ્ટનું મળત્યુ નીપજ્યું હતું. અકસ્માતથી પુલ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેની જાણ થતા તાલુકા પીએસઆઇ એસ. કે. ડામોરના માર્ગદર્શનમાં રાહુલસિંહ સહિતનાએ દોડી જઈ ટ્રાફિક કરાવ્યો હતો. અકસ્માતમાં મળતકના પત્ની અને તેના પુત્રને ગંભીર પ્રકારની ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં મળત્યુ પામેલા હિમાંશુભાઈ ભટ્ટ અગાઉ રાજકોટ રોડ પર આવેલ કારના શો રૂમમાં નોકરી કરતા હતા અને જૂનાગઢ ખાતે રહેતા હતા. પરંતુ હાલ તેઓ રાજકોટ ખાતે નવી કાર કંપનીમાં જોડાયા હતા અને ત્યાં પરિવાર સાથે રાજકોટ રહેતા હતા.
આ અકસ્માત જેતપુર પોલીસની હદમાં સર્જાયો હોય જુનાગઢ તાલુકા પોલીસે કાર્યવાહી કરી બનાવ જેતપુર પોલીસને ટ્રાન્સફર કરી દીધો હતો.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
