તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બગદાણા પૂ. બજરંગદાસબાપા ગુરૂ આશ્રમે ગુરૂપુર્ણિમાં મહોત્સવ ધામધુમથી ઉજવાશે
પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદમાં ભાવિકો ઉમટશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩: લાખો ભાવિકોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન અલગારી સંત પૂ.બજરંગદાસબાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આગામી તા. ૧૦ જુલાઈ ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભાવિક શ્રદ્ધાળુઓના હાજરી વચ્ચે મહિમાવંત અવસર ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવનાર છે ત્યારે ગુરુ આશ્રમ ખાતે આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ બગદાણા ગુરુ આશ્રમ ખાતે સ્વયંસેવકોની એક ખાસ બેઠક મળી હતી જેમાં ૨૦૦ ગામોના ગામ દીઠ બબ્બે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જેમાં ટ્રસ્ટીઓ ભગવાનભાઈ ગુજરાતી, યોગેશભાઈ સાગર, નિલેશભાઈ ડોડીયા તેમજ પ્રમુખ કાર્યકરોની હાજરી સાથે માર્ગદર્શન આપીને કામની વહેંચણી કરવામાં આવી હતી. તાલીમ અને માર્ગદર્શનની આ બેઠકમાં સૌ સ્વયંસેવકોએ વળક્ષ વાવી અને કરી તેનું જતન કરવા અને વ્યસનોથી વેગળા રહેવા અને જળસંચયનો વ્યાપ વધારવા જેવા સંકલ્પો લીધા હતા. આ બેઠકના પ્રારંભે આશ્રમમાં અનન્ય સેવા આપનાર દિવંગત કાંતિદાદા પુરોહિતને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, બગદાણા ગામે ઉજવવામાં આવતાં ગુરુપૂર્ણિમાના વેળાએ મોટા લોકસમુદાય વચ્ચે જરૂરી સલામતી અને વ્યવસ્થા માટે સરકારી વિભાગોની સાથે પણ કાર્ય સંકલન રાખવામાં આવે છે. અલગ અલગ સરકારી વિભાગો સાથેની આ અંગેની મિટિંગ પણ આગામી દિવસોમાં ગુરુઆશ્રમ ખાતે યોજાશે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
