તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ધ્રાંગધ્રાના રાજપરમાં દારૂની મીની ફેકટરી ઝડપાઈ
દારૂનો આથો સહિત રૂા.૨.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામના ડેમ પાસે પોલીસે દરોડો પાડીને દેશી દારૂની મીની ફેકટરી ઝડપી પાડી છે.
માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામનો મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી નામના વ્યક્તિની દેશી દારૂની ભઠ્ઠી હોવાનું સામે આવ્યું હતું ત્યારે ધાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી.પુરોહિતના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ ડી.એસ.ચૌહાણ, વિભાભાઈ, નરેશભાઈ, મનોજકુમાર સહિતનો પોલીસ સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામથી કંકાવટી જતા રસ્તા વચ્ચે ડેમ પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. જેમાં પોલીસ દ્વારા ૧૦,૧૦૦ લીટર આથો કિંમત રૂ.૨,૫૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન હાજર નહીં મળી આવનાર મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાંથી સૌથી મોટી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
