તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
સરધારના વેપારી પર હુમલામાં કડક કાર્યવાહી નહિ થયાનો રોષઃ ફરી એક આવેદન પાઠવાયું
પોલીસે આરોપીઓ સામે ઢીલી નીતિ અપનાવ્યાનો આરોપઃ ઘટના સ્થળે લાવી કાયદાનું ભાન કરાવવા આવેદન પાઠવાયું :સાંજ સુધીમાં કડક કાર્યવાહી નહિ થાય તો ઉપવાસ આંદોલનઃ ગૃહમંત્રીને રજૂઆત કરાશે

રાજકોટ તા.૩: સરધારમાં ગત તારીખ ૨૬મી તારીખના રોજ ટાયરના બાકી નીકળતાં રૂપિયા માંગતા વેપારી પર આટકોટના પિતા-પુત્ર સહિતે હુમલો કરી લાફા મારી છરી બતાવી ધમકી આપતાં આ મામલે આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પણ આરોપીઓ ન પકડાતાં ગ્રામજનોએ ગામ બંધ પાળી રોષ દાખવ્યો હતો. દરમિયાન ગઇકાલે આજીડેમ પોલીસે આ ગુનામાં આટકોટના પિતા-પુત્રને ઝડપી લીધા છે. બીજી તરફ આજે ફરી એક વખત સરધારના ગ્રામજનોએ પોલીસ કમિશનરને આવેદન પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવાના બદલે કુણું વલણ દાખવવામા આવ્યોનો આક્ષેપ કરી આકરી કાર્યવાહીની માંગણી કરી છે. બીજી તરફ ઝડપાયેલા આરોપીની ફરિયાદ પરથી વેપારી સહિત ત્રણ વિરૂધ્ધ પણ આરોપીની કાર સળગાવી નાખવામાં આવ્યાનો અલગથી ગુનો દાખલ થયો છે.
આજે આપવામાં આવેલ આવેદનપત્રમાં આરોપી સિકંદર સંધિ, તેનો પુત્ર અને એક અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ પોલીસ દ્વારા આ માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી કરવાના બદલે અગાઉ થયેલ ગોઠવણ મુજબ ધરપકડ કરી છે પોલીસે આરોપી સામે કોઈપણ પ્રકારની સજાત્મક કાર્યવાહી કરેલી નથી તેવો આક્ષેપ કરાયો છે. આરોપી દ્વારા સરધાર ગામમાં મટન અને દારૂનો છૂટથી ધંધો કરવામાં આવતો હોવા છતાં પોલીસ કેમ કડક કાર્યવાહી કરતી નથી? તેવો સવાલ ઉઠાવાયો છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ આટકોટ અને જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા છે આવા શખ્શો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. આવેદનમાં એવુ પણ જણાવાયું છે કે સાંજ સુધીમાં આરોપીને કાયદાનું ભાન નહીં કરાવવામાં આવે તો ઉપવાસ આંદોલન અને અચોક્કસ મુદત માટે સરધાર ગામ બંધ રાખવામાં આવશે અને જરૂર પડશે તો રાજ્યના પોલીસ વડા અને ગળહમંત્રી સુધી રજૂઆત કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો ગાંધીનગર જશે તેવી ચિમકી આપવામાં આવી છે. આવેદન પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવી,સરધાર મત વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહીત રાજ્યના પોલીસ વડાને આપવામાં આવ્યા છે. રજૂઆતમાંરાજકીય આગેવાનો, વેપારીઓ અને નાગરિકો જોડાયા હતા.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
