<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ચોટીલાના ખાટડીમાં નવોઢા સોનલબેન ખાચરનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ માવતર ધરાવતા યુવતિના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૩: ચોટીલાના ખાટડી ગામે બેભાન થઇ ગયા બાદ નવોઢાનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. રાજકોટ માવતર ધરાવતાં આ યુવતિના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ખાટડી ગામે રહેતાં સોનબલને મુન્‍નાભાઇ જગુભાઇ ખાચર (ઉ.વ.૨૨) ઘરે હતાં ત્‍યારે એકાએક ચક્કર આવ્‍યા બાદ બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર સોનલબેનના માવતર રાજકોટ રહે છે. પિતાનું નામ રાજુભાઇ નાથાભાઇ ગીગૈયા છે. તેણી માતા-પિતાના એકના એક દિકરી હતાં. પરિવારજનોના કહેવા મુજબ ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેણીના લગ્ન થયા હતાં. પતિ મુન્‍નાભાઇ ખાચર ખેતી કરી ગુજરાન ચલાવે છે. સોનલબેનને બ્‍લડપ્રેસર લો થઇ જવાની બિમારી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યં હતું. 

(1:17 PM IST)