<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

રાજકીય બદનામ કરવાનું કાવતરૂ : પુત્રના આવાસ મામલે ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની પ્રતિક્રિયા :જુઓ વિડીયો

હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે 2019 માં આ લાભ લીધો છે હું તો 2022 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અમુક કહેવાતા લોકો મારી છબી ખરડાઈ તે માટે આવા કાર્યો કરે છે

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩ :પોતાના પુત્રના આવાસ મામલે ધ્રોલના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પ્રતિક્રિયા આપી છે.

      રાજકીય બદનામ કરવાનું કાવતરૂ છે.તેમ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

       સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું છે કે મારું અને મારા પુત્ર નું રેશનકાર્ડ પણ અલગ છે અને હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે 2019 માં આ લાભ લીધો છે હું તો 2022 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું અમુક કહેવાતા લોકો મારી છબી ખરડાઈ તે માટે આવા કાર્યો કરે છે

(1:16 PM IST)