<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

જામનગર જિલ્લાના જોડીયામાં આજે ફરીથી મેઘો મંડાયો: બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડતા જોડિયાની ઉંડ નદી બે કાંઠે

હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી વધારે વરસાદ પડવાની શક્યતા : જોડીયા પંથકમાં ૨૪ કલાકના વિરામ બાદ મેઘરાજાની પુન: ધમાકેદાર પધરામણી

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૩ : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં ૨૪ કલાકના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પૂન; ધમાકેદાર પધરામણી કરી છે, અને માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર ત્રણ ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

 જોડીયામાં સવારે ૧૦.૦૦ વાગ્યાથી વરસાદ શરૂ થઈ ગયો હતો, અને બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધીમાં ધોધમાર ત્રણ ઇંચ થી વધુ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે.

 આ વરસાદને લઈને જોડિયાની ઉંડ નદી બે કાંઠે થઈ હતી, તેમજ ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. હજુ પણ વરસાદી વાતાવરણ હોવાથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

(12:51 PM IST)