News of Thursday, 3rd July 2025
મોરબીની મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાન તોડી પાડયું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબીના દરબાર ગઢ નજીક આવેલ મોટી માધાણી શેરીમાં વર્ષો જુનું મકાન ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં હતું મકાન જર્જરિત થઇ ગયું હતું અને ગમે ત્યારે તૂટી પડે તેવો ભય લત્તાવાસીઓ ને સતાવતો હોવાથી ગત ઓગસ્ટ માસમાં નગરપાલિકાને રજૂઆત કરી હતી અને એપ્રિલ ૨૦૨૫ માં મહાનગરપાલિકાએ મકાન માલિકને આખરી નોટીસ પાઠવી બિલ્ડીંગ તોડી પાડવા સુચના આપી હતી અને આજે મહાનગરપાલિકાની ટીમે જર્જરિત મકાન તોડી પાડતા સ્થાનિકોને રાહત મળી છે.
શેરીના નાકે હજુ એક જોખમી મકાન તોડી પાડવું જરૂરી
મોટી માધાણી શેરીનું વર્ષો જુનું જોખમી મકાન તંત્રએ તોડી પાડ્યું છે જે કામગીરી આવકારદાયક છે પરંતુ મોટી માધાણી શેરીના નાકે મુખ્ય રોડ પર જ એક હજુ જોખમી મકાન આવેલ છે જે ભારે વરસાદ કે પવનને કારણે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ સકે તેમ છે જેથી શેરીના નાકે આવેલ મકાન તોડી પાડવાની તંત્ર કામગીરી કરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
