<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

જામનગર સમાજના પ્રમુખ તરીકે વરણી થતા ખાર રાખી માર માર્યાની રાવ

 

(મુકું બદિયણી દ્વારા) જામનગર, તા.૩: અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ઈકબાલભાઈ પીરભાઈ કોન્‍ટ્રાકટ, ઉ.વ.૬૭, રે. કાલાવડ ગેઈટ બહાર, મોરકંડા રોડ સેટેલાઈટ સોસાયટી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રપના ફરીયાદી ઈકબાલભાઈની ગત ફેબ્રુઆરી મહિનામાં પોતાના સમાજના પ્રમુખ તરીકે વરણી થઈ હતી જે બાબતનો ખાર રાખીને ફરીયાદી ઈકબાલભાઈ તથા સાહેદો તેની જમાતના ફાળા માટે ઓફીસે બેસેલ હોય ત્‍યારે આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો બાદશાહ ઈસ્‍માઈલભાઈ વગીંડા, મોયુનદીન ઉર્ફે મોઈલો  તથા બે અજાણ્‍યા ઈસમો એ ત્‍યાં આવી આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો એ ક્રોસનો ઘા ટેબલ પર કરી બાદ ક્રોસનો ઈજા પામનાર અનવર હુશેન પર ઘા જતા અનવર હુશેને ક્રોસ જટી લીધી જેથી આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો એ પોતાના નેફામાં રહેલ છરી કાઢી અને છરીનો એક ઘા અનવર હુશેનને જમણા હાથમા ઈજા કરેલ અને ઈજા પામનાર સાહેદ હજી મહમદભાઈ વજુગરા વચ્‍ચે છોડાવવા જતા આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો એ છરી વડે હજી મહમદને છરીનો એક ઘા મારી હાજી મહમદને ડાબા હાથમાં ઈજા કરેલ તે દરમ્‍યાન ઝપાઝપી થતા આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો નો પગ સ્‍લીપ થતા ઓફીસના દરવાજાના મેઈન કાચમાં માથુ ભટકાતા કાચ તુટી જતા આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયોને પણ માથાના ભાગે ઈજા થયેલ હતી આ અનવર હુશેન તથા હાજી મહમદ ઓફીસની બારે નીકળતા હતા ત્‍યારે ત્‍યાં ઉભેલ આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો, મોયુનદીન ઉર્ફે મોઈલો  તથા બે અજાણ્‍યા ઈસમોએ ઈજા પામનાર સાહેદો અનવરભાઈને તથા હાજી મહમદભાઈને ઢીકાપાટુનો માર મારી ઈજા કરેલ તથા આરોપી અખ્‍તર ઉર્ફે મુનીયો એ જતા જતા ફરીયાદી ઈકબાલભાઈને કહેલ કે આ ઓફીસ ખાલી કરી દેજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 ઈંગ્‍લીશ દારૂની બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

જામનગર : કાલાવડ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ.પ્રકાશભાઈ કાનાભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રપના કાલાવડ ધોરાજી રોડ પર રાધીકા કેટરર્સ સામે રોડ પર આરોપી નીલેશભાઈ પરસોતમભાઈ ભટ્ટી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ કિંમત રૂ.પ૦૦/ સાથે ઝડપાઈ ગયેલ છે.

મહિલા પાસે વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરતા ચાર શખ્‍સો સામે રાવ

જામનગરઃ અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રસીદાબેન ગુલઝાર ખફી, ઉ.વ.૬૦, રે. સરદારનગર, સાંઢીયા પુલની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ઓકટોમ્‍બર ર૦૦૪ થી અવાર નવાર આજદીન સુધી ફરીયાદી રસીદાબેને પોતાની દિકરી બિમાર હોય જે માટે પૈસાની જરૂરીયાત હોવાથી આરોપી અકબરભાઈ યુસુફભાઈ ખફી એ ફરીયાદી રસીદાબેનને રૂ.૩૦,૦૦૦/ ૩૦ ના વ્‍યાજે આપેલ હોય અને ફરીયાદી રસીદાબેને આ રકમના માસીક રૂપિયા ૩૦૦૦/ તથા ૪૦૦૦/ તેમજ પ૦૦૦/ કુલ વ્‍યાજ રૂપિયા ૬૬,૦૦૦/ ચુકવી આપેલ હોવા છતા આરોપીઓ અકબરભાઈ યુસુફભાઈ ખફી, સલીમ યુસુફ ખફી, સાજન યુસુફ ખફી, યુસુફભાઈ ઓસમાણભાઈ ખફી એ ફરીયાદી રસીદાબેનને ભુંડીગાળો કાઢી તથા આરોપી સલીમ યુસુફ ખફી એ ફરીયાદી રસીદાબેનને પોતાની પાસે રહેલ બંદુક દેખાડી કહેલ કે જો અમને રૂપિયા નહી આપીશ તો હુ તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ફરીયાદી રસીદાબેન પાસેથી વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

પરણિતાને સાસરીયાએ દુઃખ ત્રાસ આપ્‍યાની રાવ

જામનગરઃ મહિલા પોલીસ સ્‍ટેશનમાં અનીતાબેન વિજયભાઈ ભરતભાઈ સોઢા, તે ડો/ઓ. દેવજીભાઈ જેઠાભાઈ વાઘેલા, ઉ.વ.ર૭, રે.જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે ભીમવાસ શેરી નં.ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ર૪-પ-ર૦૧૮ ના છએક મહિના બાદથી આરોપીઓ પતિ વિજયભાઈ ભરતભાઈ સોઢા, સાસુ-ગીતાબેન ભરતભાઈ સોઢા, નણંદ-હિમાંશીબેન ભરતભાઈ સોઢા, માનેલીબેન-રેણુકાબેન વિજયભાઈ ચુડાસમા એ ફરીયાદી અનીતાબેનના લગ્ન જીવન દરમ્‍યાન નાની નાની બાબતોમાં ઝઘડો કરી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરી જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી મારકુટ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

રહેણાક મકાનમાંથી રોકડ ઉઠાવી જતા શખ્‍સ સામે રાવ

જામનગરઃ મેઘપર (પડાણા) પોલીસ પ્રકાશસિંહ બેસુભા ગોહિલ, ઉ.વ.૪ર, રે.મોટીખાવડી ગામ, આંબાવાડી વિસ્‍તાર, ગણેશ મંદિર પાસે, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૭-ર૦રપના ફરીયાદી પ્રકાશસિંહના રૂમમાં આરોપી મનોજકુમાર જગરનાથ મહતો ભાડેથી રહેતા હોય જેઓએ ફરીયાદી પ્રકાશસિંહના રહેણાક મકાનમાં ગુપ્‍ત ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદી પ્રકાશસિંહના રહેણાંક રૂમમાં રહેલ સ્‍ટીલના ડબો જેમા આશરે રૂપિયા રપ,૦૦૦/ હોય જે રૂપિયા સાથેનો ડબો પોતાના રૂમમાં લઈ જઈ તેમાંથી તમામ રૂપિયા રપ૦૦૦/ ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જામજોધપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા

જામનગરઃ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વિમલભાઈ રામાભાઈ વૈરૂ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રપના ગાય સર્કલ પાસે, લીંબડાના ઝાડ નીચે જામજોધપુર ગામે આરોપીઓ ઠાકરશીભાઈ ઘેલાભાઈ મકવાણા, રોહિતભાઈ દેવજીભાઈ કુડેચા, સાગરભાઈ દિનેશભાઈ કુડેચા, નવાઝ ઉર્ફે બાઠીયો સુલેમાનભાઈ રાવકરડા, રોહીતભાઈ બુધગરાભાઈ મેઘનાથી, ભરતભાઈ મગનભાઈ સોલંકી, જીગ્નેશભાઈ બુધગરાભાઈ મેઘનાથી એ ગંજીપતાના પાના વડે તીનપીત રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૪,૬૪૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી જીવલેણ હથીયાર વડે મારમાર્યાની રાવ

જામનગરઃ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં અક્ષયભાઈ દેવજીભાઈ પરમાર, ઉ.વ.ર૪, રે.નપાણીયા ખીજડીયા ગામ, તા.કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી અક્ષયભાઈના પરીવાર સાથે આરોપી જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર તથા વિપુલ આલજીભાઈ પરમારના પરીવારને અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી તા.૧-૭-ર૦રપના આ કામના આરોપીઓ જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર તથા વિપુલ આલજીભાઈ પરમાર, દિપકભાઈ આલજીભાઈ પરમાર, ધાર્મીક પ્રવિણભાઈ પરમાર, પ્રવિણ પ્રેમજીભાઈ પરમાર, કિશોરભાઈ પ્રેમજીભાઈ પરમાર તથા ત્રણ થી ચાર અજાણ્‍યા ઈસમો એ એકસંપ કરીને ગેરકાયદેસર મંડળી રચીને પ્રાણઘાતક હથીયાર જેવા કે લોખંડના પાઈપ તથા પથ્‍થરો જેવા હથીયારો સાથે સજજ થઈને અગાઉથી પુર્વ આયોજીત ગુન્‍હાહીત કાવતરૂ રચીને આ કામના ફરીયાદી અક્ષયભાઈના પિતા દેવજીભાઈને આરોપી જીગ્નેશ ઉર્ફે જતીન એ લોખંડના પાઈપ વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઈજા કરી તેમજ આરોપી વિપુલ એ પોતાની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્ષયભાઈના માતા પુરીબેનને મોઢાના ભાગે ઘા મારી ફેકચર જેવી ગંભીર ઈજા કરી તથા આરોપી દિપકે તેની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી અક્ષયભાઈને પગના ભાગે ઘા મારી ઈજા કરી તેમજ આરોપી ધાર્મીક તથા પ્રવિણ અને કિશોરભાઈએ અન્‍ય અજાણ્‍યા ત્રણ થી ચાર  અજાણ્‍યા ઈસમોએ તેની પાસે રહેલ પથ્‍થરના બેફામ છુટા ઘા ફરીયાદી અક્ષયભાઈ તેમજ તેના પરીવારના સભ્‍યો પર કરી ઈજાઓ કરી તેમજ ભુંડી ગાળો આપી અને આરોપી જીગ્નેશ તથા વિપુલએ ફરીયાદી અક્ષયભાઈ તેમજ તેના પરીવારના સભ્‍યોને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

  મોટરસાયકલ ચોરી થયાની રાવ

જામનગરઃ અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સીંકદરભાઈ રફીકભાઈ કુરેશી, ઉ.વ.૩૦, રે.કાલાવડ નાકા બહાર, પટ્ટણીવાડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૬-ર૦રપના ગુલાબનગર, સ્‍વામીનારાયણ પેટ્રોલ પંપની સામે ફરીયાદી સીંકદરભાઈનું સીલ્‍વર કલરનું એકસેસ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.૧૦ ડી.એલ-૪૦૦૩ જેની કિંમત રૂ.૬૦,૦૦૦/ નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સોલાર પેનલ લગાવવામાં વિલંબ થતા ગ્રાહક વિક્રેતા વચ્‍ચે બબાલઃ સામ સામી ફરીયાદ

જામનગરઃ અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કાનાભાઈ મેરામણભાઈ બડીયાવદરા, ઉ.વ.૩૭, રે.૧ર/બી, સીતારમ સોસાયટી, ગોકુલનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રપના મોનાલીસા કોમ્‍પ્‍લેક્ષ ૩૦૧ માં ફરીયાદી કાનાભાઈએ પોતાની ઓફીસે હોય ત્‍યારે આરોપી ફિરોજ ઓસમાણભાઈ દલ એ આશરે બે મહિના પહેલા ફરીયાદી કાનાભાઈની કંપનીમાં તેમના ઘરે સોલાર ફીટ કરાવવા માટે અરજી કરેલ હોય જેનું સોલાર હજી સુધી ફિટ ન થયેલ હોય જે બાબતે પુછપરછ કરવા માટે તે ફરીયાદી કાનાભાઈની કંપનીની ઓફીસે આવેલ અને ફરીયાદી કાનાભાઈના કંપનીના અફઝલભાઈ દોશાણી સાથે ફોનમાં જોર જોરથી વાત કરતા હોય જેથી ફરીયાદી કાનાભાઈએ આરોપી ફિરોજ ને  કહેલ કે ભાઈ તમે શાંતીથી વાત કરો અને તમારે જે કામ હોય તે મને કહો જેથી આરોપી ફીરોજ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી કાનાભાઈ ને જેમ ફાવે તેમ ભુંડી ગાળો દેવા લાગેલ જેથી ફરીયાદી કાનાભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી ફિરોજ એ ફરીયાદી કાનાભાઈને કહેવા લાગેલ કે મારે મારા આ સોલારના પૈસા પાછા જોઈએ નહીતર હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરેલ છે.

જામનગરઃ અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફિરોજ ઓસમાણભાઈ દલ, ઉ.વ.૪૪, રે. નુરીપાર્ક શેરી નં.૪, હાપા માર્કેટીંગ યાર્ડ પાસે જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૭-ર૦રપના મોનાલીસા કોમ્‍પ્‍લેક્ષ ૩૦૧ માં ફરીયાદી ફિરોજએ આરોપી કાનાભાઈ મેરામણભાઈ બડીયાવદરાની ઓફીસે ગયેલ ત્‍યારે કંપનીના બ્રાંચ મેનેજર સાગરભાઈએ ફરીયાદી ફિરજભાઈને બે મહિનામા તમારુ સોલાર ફિટ કરી આપશુ જે સોલાર હજી સુધી ફીટ ન થયેલ  હોય જે બાબતે ફરીયાદી  ફિરોજભાઈએ વાતચીત કરતા હોય આરોપી કાનાભાઈએ ફરીયાદી ફિરોજને કહેલ કે તમે અહીયા જોર જોરથી ફોનમાં વાત ન કરો જેથી ફરીયાદી ફિરોજએ ફોન કાપીને આરોપી કાનાભાઈને કહેલ કે અમારુ સોલાર કયારે ફીટ થાશે જેની મને લેખીતમાં ખાત્રી આપો તેમ વાત કરતા આરોપી કાનાભાઈ એકદમ ઉશ્‍કેરાઈ ગયેલ અને ફરીયાદી ફિરોજને જેમફાવે તેમ ભુંડી ગાળો દેવા લાગેલ જેથી ફરીયાદી ફિરોજએ ભુંડી ગાળો દેવાની ના પાડતા આરોપી કાનાભાઈ એ ફરીયાદી ફિરોજને કહેવા લાગેલ કે આજપછી જો મારી ઓફીસે આવ્‍યો છો તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરેલ છે.

કચરો નાખવા બાબતે બઘડાટી

જામનગરઃ અહીં સીટી ‘બી' ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દેવીબેન જેન્‍તીભાઈ ચોહાણ, ઉ.વ.ર૬, રે.જુના રેલ્‍વે સ્‍ટેશન પાસે, ભીમવાસ શેરીનં.ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯-૬-ર૦રપના ફરીયાદી દેવીબેનના પતિ જેન્‍તીભાઈ પોતાના ઘરની બહાર કચરો નાખવા નીકળેલ હતા ત્‍યારે બહાર અવાજ આવતો હોવાથી ફરીયાદી દેવીબેન ઘરની બહાર આવ્‍યા ત્‍યારે ફરીયાદી દેવીબેનના ઘરની સામે રહેતા મણીલાલ વાઘેલા ફરીયાદી દેવીબેનના પતિ જેન્‍તીભાઈ સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી કરતા હતા આથી  ફરીયાદી દેવીબેન ત્‍યાં ગયેલ ત્‍યાં આરોપી મણીલાલ વાઘેલા, ગોપાલ મણીલાલ વાઘેલા, નયન મણીલાલ વાઘેલા તથા મણીલાલનો છોકરો કારીયો ફરીયાદી દેવીબેનના પતિ જેન્‍તીભાઈને ભુંડી ગાળો આપતા હોય તથા આરોપી મણીલાલ વાઘેલા પાસે લાકડાનો ધોકો હોય તેના વડે ફરીયાદી દેવીબેનના પતિ જેન્‍તીભાઈને શરીરે મુઢ માર મારેલ તથા આરોપી મણીલાલ વાઘેલાએ લાકડાના ધોકા વડે શરીરે માર મારી મુંઢ ઈજા કરેલ પછી ત્‍યાં માણસો ભેગા થઈ જતા આ લોકો ત્‍યાંથી નાશી જઈ ગુનામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:43 PM IST)