તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ખંભાળીયાના બેહ ગામનાં ખેતરમાં વિજ શોકથી યુવકનું મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩: ખંભાળીયાનાં બેહ ગામની સીમમાં વિજ શોક લાગતા યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બેહ ગામના જાકસીયા વાડી વિસ્તારમાં કામ કરી રહેલા સાજનભાઇ નાયાભાઇ પતાણી (ઉ.વ.૨૪)ને વિજ શોક લાગતા તેનુ મોત નીપજયુ હતુ જેથી ગઢવી સમાજમાં ઘેરો શોક છવાયો છે.
મૃતક સાજનભાઇ અપરણીત હતા અને નાયાભાઇ પતાણીના બીજા નંબરના પુત્ર હતા. નાયાભાઇને ત્રણ સંતાન છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
