<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વાંકાનેરના પત્રકાર-ફોટોગ્રાફર ભાટી ઍન. કહે છે કે મને માર માર્યો :: નજરે જાનારા કહે છે કે ઉગ્ર બોલાચાલી થઇઃ જીતુભાઇ સોમાણીઍ કહ્નાં કે માર માર્યો હોય તો ડોકટરના રિર્પોટ બતાવે

રાજકોટ : વાંકાનેરના જાણીતા પત્રકાર અને ફોટોગ્રાફર ભાટી એન. ઉપર આજે બપોરે હુમલો થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ભાટી એન. એ જણાવ્‍યું હતુ કે હું આજે બપોરે વાંકાનેર પાલિકા કચેરી ખાતે સફાઇ કામદારો રજુઆત કરવા આવતા તે અંગે રીપોટીંગ  તથા શુટીંગ કરી રહ્યો હતો ત્‍યારે મારા ઉપર વાંકાનારેના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, ભાજપ અગ્રણી ધમેન્‍દ્રસિંહ જાડેજા અને ચેતનગીરી ગોસ્‍વામીએ હુમલો કર્યો હતો અને મને ઢીંકાપાટુનો માર મારતા હું અત્‍યારે વાંકાનેર હોસ્‍પિટલમાં સારવાર લઇ રહ્યો છું અને પોલીસ ફરીયાદની પણ તજવીજ હાથ ધરી છે. મારા મોબાઇલનો ડેટા પણ ડીલીટ કરી નાખ્‍યો છે.

 આ અંગે જીતુભાઇ સોમાણીએ જણાવ્‍યું હતું કે, ભાટી એન. મારૂ શુટીંગ કરી રહ્યા હતા જેની મે ના પાડતા ઉશ્‍કેરાયા હતા તેઓ ૬ મહિના પહેલા પાલિકાના બ્રાન્‍ડ એમ્‍બેસેડર હતા ત્‍યારે પાલિકાના કામને આવકારતા હતા પરંતુ જ્‍યારથી તેઓ ચુંટણી હાર્યા છે ત્‍યારથી વિરોધ કરે છે.  જો કે આ બનાવમાં નજરે જોનારા એવુ કહી રહ્યા છે કે સામાન્‍ય બોલાચાલી થઇ હતી.

(4:51 PM IST)