તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
રંગમતી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલાયા: નદીના હેઠવાસ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના : જુઓ વિડિઓ
ડેમના ઉપરવાસના ગામોમાં થયેલા વરસાદને કારણે રંગમતી ડેમ ઓવરફલો

જામનગર જિલ્લાના કેટલાક ગામડાઓમાં બે દિવસ પહેલા બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થયો હતો, રંગમતી ડેમના ઉપરવાસના ગામોમાં થયેલા વરસાદને કારણે રંગમતી ડેમ ઓવરફલો થયો હતો અને રાત્રે ૨ કલાક ડેમના દરવાજા ખોલવામાં આવતા ગઇકાલે નદીમાં પાણી આવ્યું હતું.
આ પાણી જોવા માટે લોકો ઉમટી પડયા હતાં, હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે રંગમતી નદીના હેઠવાસ વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા કોર્પોરેશન દ્વારા સુચના આપવામાં આવી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
