<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સૌરાષ્ટ્ર્ના સાગર સમા ભાદર ડેમમાં પાણીની ધીમી આવક :ડેમની જળસપાટી વધીને 23,45 ફૂટે પહોંચી

જેતપુરમાં સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો : સવારથી જ મેઘમહેર : બે કલાકના વિરામ બાદ ફરી સટાસટી બોલાવી

જેતપુર : સૌરાષ્ટ્રના સાગર સમા ભાદર ડેમમાં ઉપરવાસ પણ વરસાદ હોય પાણીની ધીમી આવક થતા સપાટીમાં વધારો થતા ડેમની સપાટી ૨૩.૪૫ ફૂટ નોંધાઈ છે.

જેતપુરમાં આજે સવારથી જ મેઘરાજા મંડાયા હોય બપોરે બે કલાકના વિરામ બાદ ફરી બીજી ઈનિંગની સટાસતી બોલાવતા સવારે ૭ વાગ્યાથી અત્યાર સુધીમાં ૬૪ મિમી વરસાદ વરસી ગયો છે. જોકે એકધારો આવતો હોય કોઈ નુકશાની સર્જે તેવો ન હોય અને ગરમીમાં રાહત થતા લોકો એ હાશકારો અનુભવ્યો છે.


 

(7:06 PM IST)