<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી રોકડ ચોરી કરનાર રીક્ષાચાલક ઝડપાયો.

મહિલા સહીત ત્રણ આરોપીના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ચોરી જેવા બનાવોમાં આરોપીને ઝડપી લીધા બાદ ફરિયાદ નોંધી બાદમાં ડિટેકશન બતાવી પોલીસ વાહવાહી લૂંટી લેતી હોય છે આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં ગત માસે રીક્ષામાં બેસેલ મુસાફરની નજર ચૂકવી રૂ ૧૮,૦૦૦ ની રોકડ ચોરી થઇ હતી અને ૧૫ દિવસ કરતા વધુ સમય બાદ ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી લઈને ડિટેકશન બતાવી દીધું છે.

ગત તા. ૧૭ જુનના રોજ ફરિયાદી ભરતભાઈ ડાભી નામના વૃદ્ધ રીક્ષામાં બેસી નવાડેલા રોડથી ગાંધી ચોક નહેરુ ગેટ માર્કેટ પાસે ગયા હતા ત્યારે રીક્ષામાં બેસેલા મુસાફરોના સ્વાંગમાં ગઠિયાઓએ નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૮,૦૦૦ ચોરી કરી હતી જે બનાવ બન્યાના ૧૫ દિવસ કરતા વધુ સમય બાદ ગઈકાલે પોલીસ ફરિયાદ નોધી હતી અને આજે પોલીસે આરોપીને ઝડપી લીધો છે એ ડીવીઝન પોલીસે આરોપી લાલજી ચીમન ચુડાસમા (ઉ.વ.૨૬) રહે કુબ્લીયાપરા, ચુનારાવાડ ચોક, રાજકોટ મૂળ ધારી પેમપરા અમરેલી વાળાને ઝડપી લઈને રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૧૩૨૨ કીમત રૂ ૫૦,૦૦૦, રોકડ રૂ ૩૫૦૦ સહીત કુલ રૂ ૫૩,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે.

અન્ય આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકી, આકાશ સોલંકી અને મનીષાબેન પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકી રહે ત્રણેય રાજકોટ વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલ આરોપી લાલજી ચુડાસમા વિરુદ્ધ રાજકોટ જીલ્લાના ચાર પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબના ગુના નોંધાઈ ચુક્યા છે.

મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી રોકડ ચોરી કરનાર રીક્ષાચાલક ઝડપાયો.
---  મહિલા સહીત ત્રણ આરોપીના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી.

      ફોટો rixa

(7:49 PM IST)