તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
જૂનાગઢ: ગિરનાર જંગલ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો : સોનરખ નદીમાં આવ્યા નવા નીર
દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા ; ગિરનાર જંગલ સોળે કાળા એ ખીલી ઉઠ્યું .

ગુજરાતમાં અત્યારે એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે. અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.
દરમિયાન જૂનાગઢમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ગિરનાર જંગલ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ સોનરખ નદીમાં બીજી વખત આવ્યા નવા નીર આવ્યા છે. સોનરખ નદી દામોદર કુંડમાંથી પસાર થાય છે, ત્યારે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે. ગિરનાર જંગલ સોળે કાળા એ ખીલી ઉઠ્યું છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
