<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

દ્વારકાના ભાણવડમાં પુલની બન્ને બાજુ ધોવાણ થતા રસ્તો બંધ કરાયો

ગરાસ વાળી વિસ્તારમાં પુલની કામગીરી પણ અધૂરી હોવાથી લોકોની મુશ્કેલી વધી

દ્વારકાના ભાણવડમાં પુલની બન્ને બાજુ ધોવાણ થતા રસ્તો બંધ કરાયો હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગરાસ વાળી વિસ્તારમાં પુલની કામગીરી પણ અધૂરી હોવાથી લોકોની મુશ્કેલી વધી છે. તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગ્રાન્ટ પૂર્ણ થતા પુલની કામગીરી અધૂરી રખાઈ હતી. 

  જામનગર લાલપુરના સેવક ધુણીયા ગામે આકાશી વીજળી પડી હતી. બે શ્રમિક પર વીજળી પડતા બંનેનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બેથી ચાર વાગ્યાના બે કલાકમાં તાલુકા મથકે ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે.

 

 

(9:18 PM IST)