<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મોરબીના આલાપ રોડ ઉપર મસમોટા ખાડામાં છેલ્લા બે દિવસમાં અનેક વાહનચાલકો પડ્યા.

બબ્બે ફુટ ઉંડા મહાકાય ખાડાઓમાં પાણી ભરેલું હોવાથી દેખાતા નથી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના આલાપ રોડ ઉપર જીવલેણ ખાડા મોટી દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં અહીં અનેક વાહનચાલકો પડ્યા હોવાના બનાવ સામે આવ્યા છે.
આ રોડ ઉપર એક મહિલા તેના પુત્રને સ્કૂલેથી તેડીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ ખાડાના કારણે તેઓ પડ્યા હતા. જો કે સદનસીબે તેઓને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી. આ મહિલાએ જણાવ્યું કે ગઈકાલે પણ બે બાઈકચાલકો આ ખાડામાં પડયા હતા. આ ખાડાની માથે પાણી ભરેલું હોવાથી ખાડા દેખાતા નથી. હવે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોની ? કોઈનો પરિવારનો માળો વિખાશે તો મહાપાલિકા જવાબદારી લેશે ? મહાપાલિકા તાત્કાલિક આ ખાડાનું રીપેરીંગ કામ ક૨ાવે જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.


 

(10:04 PM IST)