<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

જુનાગઢમાં ગટર ઉભરાવાની સમસ્યાથી મહીલાઓ ત્રાહિમામ

મામલો ઉગ્ર બનતા ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા :સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મહિલાઓએ રસ્તા પર ઉતરી રસ્તો બ્લોક કરીને ઉગ્ર વિરાધ કર્યો હતો

જુનાગઢ,તા.૩

જુનાગઢની જનતા વરસાદી પૂરની સાથે ગટર ઉભરાવાની સમસ્યાનો પણ સામનો કરી રહી છે.

શહેરના વોર્ડ નંબર ૧૨ના સામે આવી રહ્યા છે કે જ્યાં રસ્તા પર ગટરના પાણી વચ્ચેથી નાગરિકોને પસાર થવાનો વારો આવ્યો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે.

 ત્યારે પ્રમુખ નગરની મહિલાઓએ રસ્તાની બંન્ને બાજુ વાહનો મૂકીને રસ્તો બંધ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તો બ્લોક કરી દેતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.મામલો ઉગ્ર બનતા ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક મહિલાઓએ સમસ્યા અંગે કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તો કોર્પોરેટરે ગટરની પાઈપલાઈન તૂટી ગઈ હોવાનું સ્વીકાર કર્યું હતું. આ સાથે જ સ્થાનિકોને ખાતરી આપી હતી કે વરસાદ બંધ થયા બાદ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

કોર્પોરેટરે ખાતરી આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. મહિલાઓની ફરિયાદ છે કે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી આ લાઈન ખોદેલી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે. એપાર્ટમેન્ટમાં બધાની ગટર ઉભરાય છે. વખતોવખત રજૂઆત કરીને થાક્યા પરંતુ અહીં કોઈ જોવાય આવતુ નથી.

(10:29 PM IST)