તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
ધ્રોલના લૈયારાગામ પાસે મોબાઇલ ટાવરની બેટરીની ઘરફોડ ચોરી તથા રાજકોટ ગ્રામ્યના બે ચોરીના ગુન્હાના વોન્ટેડ આરોપી સહિત બે શખ્સોને 4.90 લાખના મુદામાલ સાથે પકડી પાડતી ધોલ પોલીસ
બોલેરો પીક-અપ વાહન લઇને મોરબી ટંકારા તરફથી ધ્રોલ તરફ આવનાર હોવાની બાતમીના આધારે માણેકપર ચોકડી પાસે હાઇવે રોડ પર તેની વોચ રાખી ઝડપી લેવાયા

( સંજય ડાંગર દ્વારા) ધ્રોલ :પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગના અશોકકુમાર યાદવ તથા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ નાઓએ વણશોધાયેલા ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા તથા પો.ઇન્સ.એચ.વી. રાઠોડ સાહેબ નાઓના માર્ગદશન તથા સુચના આપેલ હોય
ધ્રોલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.૨.નં.૧૧૨૦૨૦૧૪૨૫૦૪૯૭/૨૦૨૫ BNS(ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩)કલમ-૩૩૧(૪).૩૦૫(ઘરફોડ ચોરી) મોબાઇલ ટાવરની બેટરીઓ નંગ-૪૫ કોઇ અજાણ્યા શખ્શો ચોરી કરી ગયેલની ફરીયાદ જાહેર થયેલ હોય, જે કામે CCTV કેમેરા તથા ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ રાજેશભાઇ કે.મકવાણા તથા કલ્પેશભાઇ ડી.કામરીયા પો.કોન્સ. રઘુવિરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ એન. શીયાર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉપરોકત ગુન્હામા સંડોવાયેલ આરોપીઓ ગુન્હામા ઉપયોગમા લીધેલ એક સફેદ કલરની બોલેરો પીક-અપ વાહન લઇને મોરબી ટંકારા તરફથી ધ્રોલ તરફ આવનાર છે જેથી માણેકપર ચોકડી પાસે હાઇવે રોડ પર તેની વોચમા રહી સદરહુ બોલેરો પીક-અપ વાહન આવતા તેને રોકી તેમાથી કુલ બે ઇસમો મળી આવેલ અને તેમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાની કબુલાત આપતા ધોરણસર કાર્યવાહી કરેલ છે.
આરોપીઓના નામ (૧) સાધુ મનોજભાઈ આમેણીયા ઉવ-૨૦ ધંધો-મજુરી રહે-ત્રીલોકધામ સોસાયટી, પીપળી રોડ શીવપાર્ક સોસાયટીની સામે,મોરબી જી.મોરબી (૨) સાયર દલસુખભાઇ મકવાણા ઉવ-૨૦ ધંધો-ડ્રાઇવિગ રહે. રૈયા ધાર મચ્છો ક્વાટરની સામે રાજકોટ જી.રાજકોટ મુળ રહે. બગથળા ગામ તા.જી.મોરબી(3)પકડવા પર બાકી આરોપી - આકાશ સુરેશભાઇ વિકાણી રહે-મોરબી
આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ
(૧) બોલેરો પીક-અપ ગાડી રજી. નં. GJ-36-V-3160 વાળી કિ.રૂ.3,00,000/-
(૨) ચોરીમા અલગ-અલગ કંપનીની બેટરીઓ નંગ-૪૫ જેની કિ.રૂ.૧,૮૦,૦૦૦/-
(3) મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/-
આરોપી સાયર દલસુખભાઇ મકવાણા બે અલગ-અલગ ગુન્હામાં નાસતો-ફરતો હોય તે ગુન્હા
(૧) રાજકોટ ગ્રામ્યના સુલતાનપુર પો.સ્ટે એ પાર્ટ ગુ.૨.નં-૧૧૨૧૩૦૯૭૨૫૦૧૨૫/૨૦૨૫ BNS (ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩)ની કલમ-૩૦૫,૩૫
(૨) રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પો.સ્ટેના એ પાર્ટ ગુ.૨.નં-૧૧૨૧૩૦૨૨૨૫૨૪૭/૨૦૨૫ BNS (ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩)ની કલમ-૩૦૩(૨),૫૪
આરોપીઓનો ગુન્હાહિત ઇતીહાસ
(૧) સામુ મનોજભાઇ આમેણીયા
(i) અમરેલી જીલ્લાના બાબરા પો.સ્ટે ગુ.૨.નં-૧૧૧૯૩૦૦૮૨૪૦૨૨૯/૨૦૨૪ IPC કલમ ૩૮૦,૪૫૪,૪૫૭
(ii) રાજકોટ ગ્રામ્યના જેતપુર સીટી પો.સ્ટેના એ પાર્ટ ગુ.૨.નં-૧૧૨૧૩૦૨૨૨૫૨૪૭/૨૦૨૫ BNS (ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩)ની કલમ-૩૦૩(૨),૫૪
(૨) સાયર દલસુખભાઇ મકવાણા
(1) રાજકોટ શહેરના ગાંધીગ્રામ-૨(યુનિવર્સિટી) પો.સ્ટે ગુ.૨.નં-૧૧૨૦૮૦૦૩૨૨૧૧૭૧/૨૦૨૨ IPC કલમ ૩૭૯
(ii) રાજકોટ શહેરના ગાંધીગ્રામ-૨(યુનિવર્સિટી) પો.સ્ટે ગુ.૨.નં-૧૧૨૦૮૦૦૩૨૪૦૧૩૮/૨૦૨૪ IPC કલમ ૩૭૯
શોધી કાઢેલ ગુન્હા
(૧) ધ્રોલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૨૦૧૪૨૫૦૪૯૭/૨૦૨૫ BNS(ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩)કલમ-
૩૩૧(૪).૩૦૫(ઘરફોડ ચોરી)
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ.એચ.વી. રાઠોડ તથા પો.હેડ.કોન્સ. રાજેશભાઇ કે.મકવાણા તથા પો.હેડ કોન્સ. કલ્પેશભાઇ ડી.કામરીયા તથા ડી.પી વધોરા તથા પો.કોન્સ રઘુવિરસિંહ ચંદુભા જાડેજા તથા કરણભાઇ એન.શીયાર તથા રવિરાજસિંહ ડી.જાડેજા તથા કિશોરભાઇ ડી.ડાભી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
