<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

મોરબી મહાનગરપાલિકાના વહીવટી વિભાગના શાખા અધ્યક્ષ મહાવીરસિંહ જાડેજાનો વિદાય સમારોહ યોજાયો.

જાડેજા નિવૃત થતા તેમની ફરજ નિષ્ઠા અને આગવી સુઝબુઝથી કરેલ કામગીરી બિરદાવી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાના વહીવટી વિભાગના શાખા અધ્યક્ષ મહાવીરસિંહ જાડેજા વયમર્યાદાને કારણે નિવૃત થતા ઇસ્ત ઝોન કચેરી ખાતે મ્યુંનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં વિદાય સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, સંજયકુમાર સોની તેમજ તમામ વિભાગના શાખા અધ્યક્ષ અને કોર્પોરેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંદાજે ૩૬ વર્ષની સળંગ સર્વિસ બાદ મહાવીરસિંહ જાડેજા નિવૃત થતા તેમની ફરજ નિષ્ઠા અને આગવી સુઝબુઝથી કરેલ કામગીરી બિરદાવી હતી વિદાય સમારોહમાં તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો ઉપરાંત મેલેરિયા વિભાગના ગોરધનભાઈ લખમણભાઈ, વસંતબેન કાનજીભાઈ પણ નિવૃત થતા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું એકાઉન્ટ વિભાગના પ્રમોદ ભટ્ટાસણા અને ફાયર વિભાગના HOD કશ્યપ પંચાલને અન્ય જગ્યા પર રીલીવ ઓર્ડર આપતા તેમનો પણ વિદાય સમારોહ યોજાયો હતો.

(12:54 AM IST)