તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 4th July 2025
મોરબીના તળાવીયા (શનાળા) ગામના તળાવમાં ભાઈને મળવા આવેલા મધ્યપ્રદેશના યુવાનનું ડુબી જતા મોત.
એમપીથી તેનો ભાઈ મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સાઈન સિરામીકમાં મજુરી કામ કરતો હોય તેને મળવા માટે તેમજ ફરવા માટે મોરબી આવ્યો હતો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના તળાવીયા (શનાળા) ગામે ગામના તળાવમાં અજાણ્યા યુવાનની લાશ તરતી હોય સ્થાનીક દ્વારા જાણ કરાતા તાલુકા પોલીસે તપાસ હાધ ધરી હતી. જેમાં વતનમાંથી ભાઈને મળવા આવેલ મુળ મધ્યપ્રદેશના યુવાનનું ડુબી જવાથી મોત નિપજયું હોવાનું ખુલેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે તળાવીયા શનાળાના ઠાકરશીભાઈ હરજીભાઈ કુંડારીયા (60)એ ફોન દ્વારા જાણ કરી હતી કે ગામના તળાવમાં આશરે 30-35 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ પાણીમાં તરે છે. માટે તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરા તપાસ માટે પહોંચ્યા હતા.
ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે સીવીલે લાવવામાં આવ્યું હતું.બાદમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે મુળ મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના તલુન ગામનો જીતેન સુરસિંગ ડાવર આદીવાસી (30) નામનો અપરણીત યુવાન એમપીથી તેનો ભાઈ મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સાઈન સિરામીકમાં મજુરી કામ કરતો હોય તેને મળવા માટે તેમજ ફરવા માટે મોરબી આવ્યો હતો. મૃતક જીતેનભાઈ ડાવર ગત રવિવારે સવારે તેના ભાઈને ત્યાં આવ્યો હતો અને રવિવારની સાંજથી ગુમ હતો. બાદમાં ગઈકાલ તા.2-7 ને મંગળવારના સવારે નવેક વાગ્યે તેનો મૃતદેહ તળાવીયા શનાળા ગામના તળાવમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે આદીવાસી પરીવારમાં શોક વ્યાપી ગયો હતો.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
