તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 4th July 2025
મોરબીમાં નવા બની રહેલા લધીરપુર રોડ પર ભષ્ટ્રાચારની ગંધ : આમ આદમી પાર્ટીનાં આક્ષેપ
રોડ બનાવતા પહેલા જે માટી કામ અને મોરમનું બુરાણ થવું જોઈએ તે યોગ્ય રીતે થયેલ નથી જ્યાં રોડ પર બુરાણ મોરમની જગ્યાએ ફક્ત માટીથી કરેલુ હોય તેવું લાગે છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં લધીરપુર રોડ પર અનેક સીરામીક ફેક્ટરી આવેલી છે અને સતત ટ્રાફિક થી ધમધમતો વિસ્તાર છે. લધીરપુર રોડ હમણાં સરકાર દ્વારા નવો રોડ મંજૂર કરવામાં આવ્યો છે જેનું કામ હજુ ચાલુ કરવા આવ્યું છે. આ રોડ બનવામાં ભષ્ટ્રાચાર ની ગંધ આવતી હોય તેવું આમ આદમી પાર્ટી ના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને મોરબી ઓબીસી વિગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં છે.
વધુંમાં જાણાવ્યુ હતું કે આ રોડ બનાવતા પહેલા જે માટી કામ અને મોરમનું બુરાણ થવું જોઈએ તે યોગ્ય રીતે થયેલ નથી જ્યાં રોડ પર બુરાણ મોરમની જગ્યાએ ફક્ત માટીથી કરેલુ હોય તેવું લાગે છે જેના લીધે પહેલાંજ વરસાદમાં ખાડા પડી ગયા છે જેનાં લીધે ખુબ ટ્રાફિક જામ થાય છે અને જ્યાં RCC કામ થયેલ છે તેમાં બાજુંમાં બીજી રોડની પટ્ટી બને તેમના જોઈન્ટ માટે લોખંડ ના સરીયા લગાવેલ નથી જેનાં લીધે રોડ જોઈન્ટ થશે નહીં તેવું લાગી રહ્યું છે . આવાં ભષ્ટ્રાચાર નાં અનેક તંત્ર આક્ષેપો કર્યા છે અને તંત્ર યોગ્ય રીતે કામ ની ચકાસણી કરે એવી માંગ પણ કરવામાં આવી છે...
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
