તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
જામનગર થી અમરનાથ યાત્રા એ પહોંચેલી જામનગરની પ્રથમ ટુકડીએ પવિત્ર ગુફામાં બાબા બરફાની ના દર્શન કરી ધન્યતા અનુભવી
જામનગર થી અમરનાથ જવા માટે ૭૦૦ થી વધુ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન થયા : યાત્રીઓના કાફલા એ પ્રથમ દિવસેજ દર્શન કરીને ધન્યતા અનુભવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૪ : બર્ફીલી પહાડીઓ માં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શન નો ગઈકાલ તા. ૩ થી પ્રારંભ થઈ ગયો છે, જેની સાથેજ જામનગર થી અમરનાથ જવા માટે નીકળેલા પ્રથમ યાત્રીઓના કાફલા એ પ્રથમ દિવસેજ બાબા બરફાની ના દર્શન કરી ને ધન્યતા અનુભવી છે.
જામનગર થી અમરનાથ જવા માટે ૭૦૦ થી વધુ યાત્રાળુઓના રજીસ્ટ્રેશન થયા છે. અને અમરનાથ યાત્રાનો ગઈકાલે તા. ૩-જુલાઈ થી પ્રારંભ થયો છે. જેમાં જામનગર શહેરમાંથી પ્રથમ કાફલો અમરનાથ યાત્રા માટે રવાના થયો હતો. જામનગર ના પાટીદાર સમાજ ના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પત્રકાર હિરેન હિરપરા, તેમજ કિશોરભાઈ સંઘાણી સહિતના અમરનાથ યાત્રીઓએ હર-હર મહાદેવ ના નાદ સાથે અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચી જઈ સુખરૂપ રીતે બાબા બરફાની ના પ્રથમ દિવસના દર્શન નો લ્હાવો લીધો હતો, અને ધન્યતા અનુભવી છે. જેઓ ભારત સરકારની સુંદર વ્યવસ્થા તેમજ સુરક્ષા કવચ થી પ્રભાવિત થયા છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
