News of Friday, 4th July 2025
જામનગરમાં ખોજા ધર્મશાળા વિસ્તારના ખોજા જ્ઞાતિ દ્વારા સળગતા અંગારા પર ચાલીને મહોરમની ઉજવણી કરાઈ
ખોજા જ્ઞાતિ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી આ રીતે મોહરમ ના પર્વની ઉજવણી કરાય છે. જેનો સિલસિલો આ વખતે પણ યથાવત

( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ :જામનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગઈકાલે આઠમી રાતે ખોજા નાકા પાસે આવેલી ખોજ ધર્મશાળા માં ખોજા જ્ઞાતિ દ્વારા યા હુસૈન ના નારા સાથે ખંદક એટલે કે સળગતા અંગારા પર ચાલીને મહોરમ નો પર્વ મનાવવામાં આવવામાં આવે છે.
જામનગરમાં ખોજા જ્ઞાતિ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી આ રીતે મોહરમ ના પર્વની ઉજવણી કરાય છે. જેનો સિલસિલો આ વખતે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો, અને અનેક ખોજા જ્ઞાતિના મુસ્લિમ યુવાનોએ અંગારા પર ચાલીને મોહરમ નો તહેવાર મનાવ્યો હતો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
