તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
જામનગરના રંગમતી ડેમના પાટિયા ખોલાતાં નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે રહેવા મનપાની ચાર ટુકડીઓ રાત્રી ભર દોડતી રહી
અલગ અલગ ચાર ઝોન પાડીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ની ૪ ટુકડીને ગઈકાલે મોડી સાંજથી દોડતી કરાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૪ જામનગર નજીક રંગમતી ડેમમાં વધારે પડતો પાણી નો પ્રવાહ આવી જતાં ડેમના દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ચંગા-ચેલા સહિતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જામનગર શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે.
શહેરના જે વિસ્તારમાં પાણી આવવાની શક્યતાઓ છે, તેવા અલગ અલગ ચાર ઝોન પાડીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ની ૪ ટુકડીને ગઈકાલે મોડી સાંજથી દોડતી કરાવાઈ હતી, અને રાત્રી ભર તમામ વાહનો દોડતા રહ્યા હતા, અને માઇક દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી હતી.
કોઈ સ્થળે પાણી ભરાવાની, કે લોકોને પાણી વચ્ચે ફસાવવાની સમસ્યા ન રહે, તે માટે તંત્ર કાલાવડ નાકા બહારની સોસાયટી, તેમજ નદીના પટના વિસ્તારમાં ઉપરાંત નવાગામ ઘેડ, ભીમવાસ સહિતના વિસ્તારોમાં પણ રાત્રિ ભર રાઉન્ડ ચાલુ રાખ્યા હતા.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
