<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

જામનગરમાં મારું કંસારા હોલ નજીક રંગમતી નદીના પટનું ચાર માળ વાળું એક બિલ્ડીંગ વરસતા વરસાદે તોડી પાડવા કાર્યવાહી

વહેલી સવારથી ફરીથી તોડી પાડવાનુ કાર્ય : મહાનગરપાલિકા ની દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવવા માટેની પ્રક્રિયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૪ : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ચાલુ વરસ્તા વરસાદે પણ ડિમોલેસનની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને ૪,૦૦૦ ફૂટ જેટલી જગ્યામાં ખડકી દેવાયેલું ચાર માળ વાળું એક બિલ્ડીંગ કે જેને તોડી પાડવા માટેની કાર્યવાહી વરસતા વરસાદે પણ ચાલુ રાખવામાં આવી હતી.

 ગઈકાલે સાંજથી એસ્ટેટ શાખા ની ટુકડી પહોંચી ગઈ હતી, અને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી ચાલુ રાખી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ફરીથી પાડતોડ નું કાર્ય ધરવામાં આવી રહ્યું છે, અને મહાનગરપાલિકા ની દબાણ વાળી જગ્યા ખુલ્લી કરાવવા માટેની પ્રક્રિયા ચાલુ રખાઇ છે. એસ્ટેટ શાખા ની ટીમ આ કાર્યવાહી વરસતા વરસાદે પણ કરી રહી છે.

(11:12 AM IST)