News of Friday, 4th July 2025
ધોરાજીમાં સાંબેલાધારે ત્રણ ઇંચ વરસાદ વરસતા તમામ માર્ગોમાં પાણી ભરાયા
ભૂગર્ભ ગટરના કારણે સુવિધા ને બદલે દુવીધા નગરજનોને જોવા મળી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૪ :.. ધોરાજીમાં ગઇકાલે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બાદ બપોરના ચાર વાગ્યાથી ભારે વરસાદ આવતા સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ વરસી ગયો છે
ધોરાજીમાં ગઇકાલે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો બાદ વિરામ લીધા બાદ ફરી સાંજે ૪ કલાકે ભારે વરસાદ શરૂ થતા બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે હજુ ધીમીધારે વરસાદ ચાલુ છે હાલમાં ભારે વરસાદને કારણે ધોરાજીના સ્ટેશન રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ ત્રણ દરવાજા ગેલેક્સી ચોક ચકલા ચોક સાક માર્કેટ નદી બજાર ચોક તેમજ શાકમાર્કેટ શાળા નંબર ૫ વિસ્તાર વગેરે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે અમુક વિસ્તારમાં એક ફૂટ થી માંડીને બે બે ફૂટ સુધી પાણી જોવા મળી રહ્યા છે
હાલમાં લોકો જણાવી રહ્યા છે કે ભૂગર્ભ ગટર આવ્યા બાદ સુવિધા મળવાની બદલે ચોમાસાના સમયમાં જ દુવિધા મળી રહી છે કારણ કે ભૂગર્ભ ગટર ન હતી ત્યારે મોટાભાગનો વરસાદી પાણી ગટરોમાં જતું રહેતું હતું પરંતુ ગટરો બંધ થઈ જતા ભૂગર્ભ ગટર બંધ હોય જેથી એ તમામ વરસાદી પાણી રસ્તા ઉપર વહે છે જેથી લોકોને પારાવાર સામાન્ય વરસાદમાં પણ પરેશાન થવું પડે છે આ બાબતે ધોરાજી નગરપાલિકાએ પ્રિમોનસુન કામગીરી કરવી જોઈએ.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
