<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ગોંડલ ભુજ એસટી બસની હડફેટે ગાંધીધામના યુવાનનું અરેરાટી ભર્યું મોત

 

(વિનોદ ગાલા દ્વારા)  ભુજ તા. ૪ :.. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગીચ વસ્‍તી વચ્‍ચે વાહનચાલકો દ્વારા થતાં માર્ગ અકસ્‍માતોની સંખ્‍યા ચિંતાજનક રીતે વધી છે. ગોંડલથી ભુજ આવતી એસટી બસે માધાપર (ભુજ) પાસે એક્‍ટિવાને હડફેટે લેતા ગાંધીધામના રોહિત મહેશ્વરીનું અરેરાટીભર્યું મોત નીપજ્‍યું હતું. મળતકના ભાઈ ભરતભાઈએ એસટી બસના ડ્રાઈવર ગોંડલના નરેન્‍દ્રસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા સામે ગુનો નોંધાવ્‍યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:26 AM IST)