તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 4th July 2025
વાંકાનેરમાં શ્રી સદ્ગુરૂ આનંદ આશ્રમનો ૧૬મો પાટોત્સવ રવિવારે ધામધુમથી ઉજવાશેઃ તૈયારીઓનો ધમધમાટ
ગાયત્રી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ, બ્રહ્મભોજન સહિત દિવસભર વિવિધ કાર્યક્રમોની વણઝારઃ આશ્રમને રોશનીનો શણગાર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૪ :.. વાંકાનેર - રાજકોટ રોડ પર સદ્્ગુરૂદેવ શ્રી પ.પૂ. હરીચરણદાસજી પ્રેરીત શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમે તા. ૬ ને રવિવારે ૧૬ મો પાટોત્સવ અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવાશે.
સદ્્ગુરૂદેવ શ્રી પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજના અંતરીક્ષ આર્શિવાદ તથા ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પૂ. જયરામદાસજી મહારાજના યાજ્ઞા મુજબ જયારે વાંકાનેર નગરને સદ્્ગુરૂ દેવશ્રી પુ. શ્રી રણછોડદાસ મહારાજની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે તેવા શ્રી દમીયંતીબેનની પ્રેરણા થકી વાંકાનેર મુકામે પ.પુ. શ્રી રણછોડદાસજી મહારાજના સ્મૃતિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના સોળ વર્ષ પુર્ણ થતા અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવા સદ્્ગુરૂ શિષ્ય પરિવારોમાં અનેરો ધનગનાટ છે.
સવારે છ કલાકે ષોડષો પૂજન ૭ કલાકે મંગળા આરતી ત્યારબાદ સવારે નવ વાગ્યાથી માં ગાયત્રીના ઉપાષક તથા ગાયત્રી શકિતપીઠના મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ તથા તેમના સાથી ભુદેવો દ્વારા ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થશે. તેમજ ૧ર કલાકે બીડુ હોમાશે. પૂજય ગુરૂદેવની મહાઆરતી યોજાશે.
મહાઆરતી બાદ સંતો-મહંતો તથા ભુદેવો આશ્રમ ખાતે જ પ્રસાદ ગ્રહણ કરશે. ત્યારબાદ સૌ ગુરૂ ભકતો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલુ છે.
આ સોળમાં પાટોત્સવ ઉત્સવના મુખ્ય યજમાન ભુપતભાઇ જોબનપુત્રા પરિવાર (આફ્રિકાવાળા) છે.
રવિવારે વાંકાનેર પંથકના સદ્્ગુરૂ શિષ્ય પરિવારોએ સહ પરિવાર સાથે પધારવા શ્રી સદ્્ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
