તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 4th July 2025
કચ્છના મુન્દ્રામાં ૪, ગાંધીધામમાં ૩ ઇંચ સાથે મેઘરાજાની તડાફડીઃ ભુજમાં દોઢ ઇંચઃ અન્યત્ર ઝરમર
કલેક્ટરની સાવધ રહેવાની ચેતવણી, ગાંધીધામમાં તંત્ર ફેલ ઠેર ઠેર પાણી ભરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૪ :.. કચ્છમાં ભારે વરસાદની આગાહી બાદ કલેક્ટર દ્વારા લોકોને સાવધ રહેવાની સૂચના અપાઈ હતી. એ વચ્ચે મોડી સાંજથી રાત્રિ દરમ્યાન માત્ર બે કલાકમાં ગાંધીધામમાં સવા ત્રણ ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ તડાફડી બોલાવી હતી. એ સાથે જ ભુજમાં પણ મોડી સાંજે ૭ થી ૯ વાગ્યા દરમ્યાન દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાત્રે મુન્દ્રામાં ધોધમાર વરસાદ સાથે મેઘરાજાએ તડાફડી બોલાવી હતી. જિલ્લામાં અન્યત્ર વરસાદી માહોલ વચ્ચે ઝરમર ઝરમર વરસાદના સમાચાર છે. (તસવીરઃ રાજ સંઘવી, મુન્દ્રા)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
