તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
જામકંડોરણામાં સવા પાંચ ઈંચ વરસાદથી ફોફળ ડેમમાં નવા નીરની આવક

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા તા.૪: જામકંડોરણામાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા ગઈકાલે સવારે અગીયાર વાગ્યે જામકંડોરણામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાંજના આઠ વાગ્યા સુધીમાં ૧૩૧ મી.મી.(સવા પાંચ ઈંચ) વરસાદ પડયો હતો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા આ વરસાદથી ગામની ઉતાવળી નદી તેમજ સારણ નદીમાં પૂર આવ્યું હતું.
જામકંડોરણા તાલુકાના બોરીયા, બંધિયા. ઉજળા, પીપરડી,જશાપર, ધોળીધાર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડયો હતો આ સમયસરના વરસાદથી મોલાતોને ફાયદો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી આ સારા વરસાદથી જામકંડોરણાના ફોફળ ડેમમાં ત્રણ ફુટ નવા નીરની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ ૧૩.૨૦ ફુટે પહોંચી છે. ગત રાત્રીના આઠ વાગ્યા થી આજે સવારના આઠ વાગ્યા સુધીમાં વધુ ૧૪ મી.મી. વરસાદ પડયો હતો સીઝનનો કુલ વરસાદ ૨૭૧ મી.મી. થયેલ છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
