<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

વાંકાનેરના પત્રકાર-ફોટોગ્રાફર ભાટી એન. કહે છે કે મને માર માર્યો

નજરે જોનારા કહે છે કે ઉગ્ર બોલાચાલી થઇઃ જીતુભાઇ સોમાણીએ કહ્યું કે માર માર્યો હોય તો ડોકટરના રિર્પોટ બતાવે

રાજકોટ : વાંકાનેરના જાણીતા પત્રકાર અને ફોટોગ્રાફર ભાટી એન. ઉપર કાલે બપોરે  હુમલો થતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ભાટી એન. એ જણાવ્‍યું હતુ કે હું કાલે બપોરે વાંકાનેર પાલિકા કચેરી ખાતે સફાઇ કામદારો રજુઆત કરવા આવતા તે અંગે રીપોટીંગ  તથા શુટીંગ કરી રહ્યો હતો ત્‍યારે મારા ઉપર વાંકાનારેના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી, ભાજપ અગ્રણી ધમેન્‍દ્રસિંહ જાડેજા અને ચેતનગીરી ગોસ્‍વામીએ હુમલો કર્યો હતો અને મને ઢીંકાપાટુનો માર મારતા હું મહમદ્દભાઇ રાઠોડ, અરબાઝ બાદી, કેતન ભટ્ટી પાસે પહોંચી ગયો હતો ત્‍યારબાદ ત્‍યાંથી વાંકાનેર હોસ્‍પિટલમાં સારવાર લેવા પહોંચી ગયો હતો.   અને પોલીસ ફરીયાદની પણ તજવીજ હાથ ધરી હતી. મારા મોબાઇલનો ડેટા પણ ડીલીટ કરી નાખ્‍યો છે.

 આ અંગે જીતુભાઇ સોમાણીએ જણાવ્‍યું હતું કે, ભાટી એન. મારૂ શુટીંગ કરી રહ્યા હતા જેની મે ના પાડતા ઉશ્‍કેરાયા હતા તેઓ ૬ મહિના પહેલા પાલિકાના બ્રાન્‍ડ એમ્‍બેસેડર હતા ત્‍યારે પાલિકાના કામને આવકારતા હતા પરંતુ જ્‍યારથી તેઓ ચુંટણી હાર્યા છે ત્‍યારથી વિરોધ કરે છે.  જો કે આ બનાવમાં નજરે જોનારા એવુ કહી રહ્યા છે કે સામાન્‍ય બોલાચાલી થઇ હતી.

આ બનાવ બાદ રાત્રીના અન્‍ય પત્રકારોએ સમજાવીને ભાટી એન. ને ઘરે મોકલી દીધા હતા

(1:50 PM IST)