<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

એક જ દિવસમાં ‘‘આપ''માં ૩૦ હજાર લોકો જોડાયાઃ કાલથી ખંભાળીયાથી વિજય સંદેશ યાત્રાઃ ઇસુદાન ગઢવી

લોકો ભાજપથી ત્રસ્‍ત, આમ આદમી પાર્ટીમાં લોકોને વિકલ્‍પ દેખાયોઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૪: ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું છે કે, આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનને જનતા તરફથી જબરદસ્‍ત પ્રતિસાદ મળ્‍યો છે. ગુજરાત જોડો સદસ્‍યતા અભિયાન શરૂ કર્યા બાદ એક જ દિવસમાં ૩૦ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. અરવિંદ કેજરીવાલજીએ ૯૫૧૨ ૦૪૦૪૦૪ નંબર જાહેર કરીને સદસ્‍યતા અભિયાનની શરૂઆત કરી હતી. યુવાનોને અપીલ, સરકારી નોકરીની તૈયારીઓ છોડો અને રાજનીતિમાં આવો.ભણેલા ગણેલા અને લોકો માટે અવાજ ઉઠાવનાર યુવાનોને આમ આદમી પાર્ટી તક આપશે. હજુ પણ વધુમાં વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા અપીલ. લોકો ભાજપથી ત્રસ્‍ત,  આમ આદમી પાર્ટીમાં લોકોને વિકલ્‍પ દેખાયો. મોંઘા શિક્ષણ, ખાડા, ગટર, પાણીની ભાજપની સિસ્‍ટમથી ત્રસ્‍ત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેમ  ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું છે.

ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વેપારીઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ખેડૂતોને પૂરતા ભાવ, બિયારણ, ખાતર ન મળતું હોવાથી તેઓ પરેશાનઃ.આવતીકાલથી ખંભાળિયાથી વિજય સંદેશ યાત્રા શરૂ થશે. ખંભાળિયા બાદ વિજય સંદેશ યાત્રા સમગ્ર ગુજરાતમાં આયોજિત થશે. દ્વારકા અને ખંભાળિયામાં રોડ રસ્‍તા અને ગંદકીની હાલત જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પ્રજા આ પરિસ્‍થિતિમાં કઈ રીતે જીવે છે? ચાર લાખ કરોડનું બજેટ હોવા છતાં ગુજરાત સરકાર પાસે ગાયમાતા માટે કોઈ વ્‍યવસ્‍થા નથી. સાથે મળીને ખંભાળિયાને સુંદર બનાવીશું. સામી ડેમના પાણીના મુદ્દે ખેડૂતો સાથે રહીને હું આંદોલન ચલાવવા તૈયાર છું  તેમ અંતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું.

(3:30 PM IST)