<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

પારસધામ જુનાગઢના આંગણે રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.નો સોમવારે ચાતુર્માસ પ્રવેશ

તા.પ-૬ ના રોજ ભાવિકો ગુરૂ ચરણમાં ભાવભક્‍તિની અર્પણતા સાથે ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ ઉજવીને ચાતુર્માસ મંગલ પ્રવેશના ભવ્‍ય વધામણા કરશે

રાજકોટઃ ગિરનારની ધન્‍ય ધરા પર ભવ્‍ય જીવોને પ્રતિબોધિત કરવા ગિરનાર વંદનમ્‌ વર્ષાવાસ અર્થે રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ સંત- સતીજીઓ પધારી રહ્યાં છે ત્‍યારે તેમના ચાતુર્માસ મંગલ પ્રવેશને વધાવવા ચાતુર્માસ શુભેચ્‍છા સમારોહ તેમજ ગુરૂ ચરણમાં ભાવ-ભક્‍તિની અર્પણતા કરવા ગુરૂપૂર્ણિમા ઉત્‍સવ અને ચાતુર્માસ શુભેચ્‍છા સમારોહનું અનેરૂં આયોજન તાઃ ૫ અને ૬ના દિવસે કરવામાં આવ્‍યું છે.

પરમ ગુરૂદેવ આદિ સંત- સતીજીઓના ચાતુર્માસ મંગલ પ્રવેશ અવસરે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત ૫th જુલાઈ, ૨૦૨સાંજના ૬:૩૦ કલાકે ભવ્‍ય શોભાયાત્રા દ્વારા ગુરૂ ભગવંતના આગમનને વધાવવામાં આવશે. સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માતુશ્રી કાશ્‍મીરાબેન કાંતિલાલ શેઠ-શ્રી હેતલબેન સંજયભાઈ શેઠ પરિવારના આંગણેથી-‘‘ગુરૂ પ્રસાદ''ના આંગણેથી, મંગલ કળશધારી બહેનો, અષ્ટમંગલ ના શુભ પ્રતિકો અને જયકાર ગુંજવતા ભાવિકોથી શોભતી-ગાજતી ગુંજતી આ શોભાયાત્રા પ્રારંભ થઈને પ્રભુને નેમ દરબારના પ્રાંગણે પધારશે, જ્‍યાં દેશ-વિદેશના હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં ગુરુપૂર્ણિમા ઉત્‍સવ યોજાશે.

પહેલીવાર ૧૦૮ બાળકો જૈન શાષાોનો પાઠ ઉચ્‍ચારણ કરી ગુરુ ભક્‍તિ કરશે. તે સાથે જ પ્રેરણાત્‍મક નાટિકા અને ગીત- સંગીત- નળત્‍ય-કીર્તનો રજુ થશે. એ સાથે જ તા.૬ જુલાઈ ના રોજ સવારના ૯ કલાકથી પ્રભુ નેમ દરબારમાં ગુરૂ ભગવંત આદિ સંત- સતીજીઓના ચાતુર્માસ મંગલ પ્રવેશને સત્‍કારવા મુંબઈ, ગુજરાત, મહારાષ્‍ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારત અને પરદેશથી હજારો ભાવિકો સમગ્ર સૌરાષ્‍ટ્રના શ્રીસંઘો, શ્રેષ્ઠીવર્યો, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, મહિલા મંડળો, યુવક મંડળો પધારીને ચાતુર્માસ શુભેચ્‍છા અભિવંદના અર્પણ કરશે.

કોલકત્તા, મુંબઈ આદિ ક્ષેત્રના ભાવિકો દ્વારા પ્રેરણાત્‍મક નાટિકાની પ્રસ્‍તુતિ આદિ કાર્યક્રમો સાથે સહુને ગુરુ પૂર્ણિમાના ભાવોથી પ્રેરિત કરવામાં આવશે.

વિશેષમાં, પારસધામ ગિરનારના પ્રાંગણે આધુનિક ટેકનોલોજી અને કલાકારીગરીના સમન્‍વય સાથે સર્જન કરવામાં આવેલાં અદભૂત‘‘ધ ઇમોશન એંજિન- એક્‍ઝિબિશન ઓફ સોલ્‍યુશન''નો આ અવસરે ઉદઘાટન સમારોહ યોજાશે.

પૂજ્‍ય ગરૂ ભગવંત તેમજ પૂજનીય સંત-સતીજીઓના ચાતુર્માસ આગમનને અહોભાવથી સત્‍કારવા,ગુરુચરણમાં ભાવભક્‍તિનીઅર્પણતા કરવા તેમજ પ્રેરણાત્‍મક દરેક કાર્યક્રમની અનુમોદના કરવા બે દિવસીય આ આયોજનમાં દરેક ભાવિકોને પધારવા પારસધામતરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે. 

(3:39 PM IST)