<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

મુન્દ્રા શહેરના ઝીરો પોઈન્ટથી અદાણી પોર્ટ તરફ જતા રસ્તા ઉપર ઠેર ઠેર ગાબડા: “ખાડા રાજ” થકી રસ્તો થયો એક માર્ગીય. : જુઓ વિડિયો

વરસાદથી રોડ ધોવાયો, બંદરે અવરજવર કરતી હજારો ટ્રકોને ટ્રાફિક જામની અસર : રોજ અવરજવર કરતી હજારો ટ્રકો અને ટ્રેલર તેમ જ કાર ચાલકો માટે ખાડાઓ સમસ્યારૂપ બની ગયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  ચોમાસા દરમ્યાન રસ્તાઓ ઉપર ખાડા પડવાનો સિલસિલો રાજ્યભરમાં યથાવત છે. મુન્દ્રામાં ૪ ઇંચ વરસાદ સાથે જ શહેરના ઝીરો પોઇન્ટથી અદાણી વિલ્માર ફેક્ટરી પાસેથી અદાણી પોર્ટ જતા રોડ ઉપર ઠેર ઠેર મોટા ગાબડા સાથે ખાડા પડી ગયા છે. અહીંથી પોર્ટ ઉપર રોજ અવરજવર કરતી હજારો ટ્રકો અને ટ્રેલર તેમ જ કાર ચાલકો માટે ખાડાઓ સમસ્યારૂપ બની ગયા છે. ડબલ રોડ ખાડાઓને કારણે સિંગલ રોડમાં ફેરવાઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. સરકાર માટે ઠેર ઠેર ખાડા રાજ માથાનો દુઃખાવો બન્યું છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટથી માંડીને કચ્છ સુધી  ઠેર ઠેર ભૂવા, ધોવાયેલા રસ્તા અને ખાડાઓ જોઈને એમ લાગે છે કે રોડ રસ્તા માટે વપરાતા પ્રજાના કરોડો રૂપિયા જાણે પાણીમાં ધોવાઈ ગયા છે. કોન્ટ્રાક્ટરો અને આર એન્ડ બી તંત્ર ઉપર જાણે સરકારની કોઈ પકડ  ન હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે.(તસવીર: રાજ સંઘવી, મુન્દ્રા)

(3:50 PM IST)