News of Friday, 4th July 2025
કલ્યાણપુર-૩, વેરાવળ-સુત્રાપાડા દોઢ, જામનગરમાં ૧ ઇંચ વરસાદ
રાજકોટમાં સવારથી ધુપ-છાંવ યથાવતઃ અનેક જગ્યાએ વરસતો હળવો-ભારે વરસાદ

રાજકોટ તા.૪: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર- કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે. આજે દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે વેરાવળ- પાટણ, સુત્રાપાડામાં દોઢ અને જામનગરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
દેવભુમી દ્વારકા
(કોૈશલ સવજાણી- વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા- ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ૩ ઇંચ વરસાદ પડયો છે. જયારે દ્વારકામાં પોણો ઇંચ અને ખંભાળીયા તથા ભાણવડમાં ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાઇ ગયા બાદ બપોરના ૧૨ વાગ્યાથી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને એક ઇંચ વરસાદ પડયો હતો. જયારે ધ્રોલમાં ઝાપટા પડયા હતા.
મીઠાપુર
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુરઃ આજે મીઠાપુર ખાતે વાતાવરણમાં અચાનક જ પલ્ટો જોવા મળ્યો હતો. અને ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું હતું. અને મીઠાપુરના રાજમાર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે.
ગીર સોમનાથ
(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા, પાટણ, વેરાવળમાં દોઢ ઇંચ, તાલાળામાં પોણો, કોડીનાર, ઉનામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
