News of Friday, 4th July 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આરંભડા ગામ ની સીમમાંથી એક ઈસમ ને ૧.૯૩ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી મીઠાપુર પોલીસ
જીલ ભરતભાઈ રાયઠઠા સામે કાર્યવાહી : નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ્સટેન્સ એક્ટ ૧૯૮૫ મુજબ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ

(દિવ્યેશ જટણીયા-કૌશલ સવજાણી દ્વારા) મીઠાપુર-ખંભાળિયા તા.૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલ આરંભડા ગામ ની સીમ માં થી એક ઈસમ ને ૧ કિલો ૯૩ ગ્રામ માદક પદાર્થ ગાંજા ના જથ્થા સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી મીઠાપુર પોલીસે કરી છે.
મીઠાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વાંઝા તથા પો. સબ ઇન્સ. આર.પી. રાજપુત તેમજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન પો.હેડ. કોન્સ. નરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા તથા પો. કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને પો.કોન્સ. રાજદીપસિંહ હરદેવસિંહ ને સંયુકત ચોક્કસ બાતમી હકીકત ના આધારે જય અંબે સોસાયટી માં, ટેલિફોન એક્સચેન્જ ની સામે આવેલ ગલી માં પોતાના રહેણાક મકાન માં રહેતો જીલ ભરતભાઈ રાયઠઠા નામનો વ્યક્તિ માફક પદાર્થ ગાંજો રાખી અને વેચાણ કરે છે તેથી તુરંત જ આ બાબતે જરૂરી તમામ કાર્યવાહી કરી તેના રહેણાક મકાન માં તપાસ કરતા તેના રૂમ માં થી ૧ કિલો અને ૯૩ ગ્રામ પદાર્થ કે જેની કી. રૂ ૧૦,૯૩૦ વેચાણ અર્થે મળી આવેલ તથા મોબાઈલ ફોન નંગ ૧ જેની કિંમત રૂ ૧૦૦૦૦ નો મુદ્દામાલ મળી આવતા તેના વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ્સટેન્સ એક્ટ ૧૯૮૫ ( એન.ડી. પી. એસ.) એક્ટ ની કલમ ૮( સી),૨૦(બી), (૨)(બી) મુજબ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી વધુ પુછપરછ અર્થે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ આ ગુન્હા ની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. સવસેટા દ્વારા કરવામાં આવી રહેલ છે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
