News of Friday, 4th July 2025
કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ઘ્વારા બૅન્કની ૬૭ મી વાર્ષિક સાધારણ સભામાં વધુ એક સુવિધાનો ઉમેરો "મોબાઈલ બેન્કીંગ' યુગની શરૂઆત : ૬૭' મી વાર્ષિક સાધારણસભામા જાહેરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ સહકારી આગેવાન વેલાભાઈ જરૂ, જીવુભા રાઠોડ સહિત અન્ય સહકારી આગેવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ : ચેરમેન દેવરાજભાઈ ગઢવી, વલમજીભાઈ હુંબલ,પૂર્વ ઘારાસભ્ય પંકજભાઈ મહેતા, અને બોર્ડ ઓફ ડીરેકટર્સ અને સભાસદો ઉપસ્થિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી)ની "૬૭' મી વાર્ષિક સાધારણસભા બેંકની મુખ્ય કચેરીના મકાનમાં હોસ્પિટલ રોડ, ભુજ મુકામે તા.૨૮/૦૬/૨૦૨૫ ના રોજ બેંકના ચેરમેન દેવરાજભાઈ કે.ગઢવીના અઘ્યક્ષ સ્થાને મળેલ હતી.આ સભામાં બેંકના સભાસદો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.
શરૂઆતમાં તાજેતરમાં અમદાવાદ ખાતે પ્લેન અકસ્માતમાં અવસાન પામેલ પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય લોકોને શ્રદ્ધાંજલિ પાઠવેલ તથા સહકારી આગેવાન વેલાભાઈ જરૂ, જીવુભા રાઠોડ તેમજ અન્ય સહકારી આગેવાનોને શ્રધ્ધાજંલી આપી બે મીનીટનો મૌન પાળવામાં આવેલ હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ચેરમેન દેવરાજભાઈ ગઢવી, વલમજીભાઈ હુંબલ,પૂર્વ ઘારાસભ્ય પંકજભાઈ મહેતા, અને બોર્ડ ઓફ ડીરેકટર્સના હસ્તે કાર્યક્રમને દિપપ્રાગ્ટય વડે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.
બેંક સાથે સંયોજીત જુદા-જુદા પ્રકારની સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ સહિત સહકારી આગેવાનો, પ્રતિનિધિઓ હાજર રહેલા હતા.
મંચસ્થ મહાનુભાવો સાથે, પૂર્વ ઘારાસભ્ય પંકજભાઈ મહેતા, બેંકના ચેરમેન દેવરાજભાઈ કે.ગઢવી,વાઈસ ચેરમેન અંબાવીભાઈ કે.વાવીયા, જાડેજા, અમુલ ફેડરેશન વાઈસ ચેરમેન તેમજ સરહદ ડેરીના ચેરમેન તથા બેંકના ડાયરેકટર વલમજીભાઈ આર.હુબલ,ડાયરેકટર, જયસુખભાઈ એચ.પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, નારણભાઈ એમ.ઢીલા, ભાઈલાલભાઈ એમ.પટેલ, મહેન્દ્રસિંહ પી.જાડેજા, વેરશલજી મોડજી તુંવર, હરીભાઈ હિરાભાઈ જાટીયા,
મનુભા ખેતુભા જાડેજા, શ્રી દર્શકભાઈ કે.બુચ, તથા માવજીભાઈ સોરઠીયા, નાબાર્ડ અધિકારી નિરજકુમાર, કોમર્શીયલ બેંક ચેરમેન કલ્પેશ પુજારા, અને સમસ્ત બોર્ડ ઓફ ડાયરેકટરના વરદ હસ્તે દિપપ્રાગટયથી સભાની શુભ શરૂઆત કરવામાં આવી.
ત્યાર બાદ ઉપસ્થીત મહેમાનોનું સન્માન કરવામાં આવેલ હતું .જેમા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતનું સન્માન બેંકના ચેરમેનશ્રી દેવરાજભાઈ કે. ગઢવી ના હસ્તે સાલ ઓઢાળીને કરવામાં આવેલ હતું.પૂર્વ ઘારાસભ્યશ્રી વી.કે.હુંબલનું સન્માન બેંકના ડાયરેકટરશ્રી વલમજીભાઈ હુંબલ ઘ્વારા કરવામાં આવેલ હતું, નાબાર્ડના ડી.ડી.એમ.નું સન્માન બેંકના ડાયરેકટરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા ધ્વારા કરવામાં આવેલ હતું. તથા મંચ ઉપસ્થીત મહેમાનોનું સન્માન બેંકના તમામ ડિરેકટરશ્રીઓ ધ્વારા કરવામાં આવેલું હતું.
બેંક ઘ્વારા પ્રિમીયમ ભરવામાં આવતા મૃતક ખાતેદારોને રૂા.૨/-લાખનો ચેક આપી વિમાની રકમના ચેક બેંકના ચેરમેનશ્રી,પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, તેમજ તમામ મંચ ઉપસ્થીત મહેમાનો ઘ્વારા એનાયત કરવામાં આવેલ હતા.
સંચાલક મંડળીના પારદર્શક અને પ્રમાણિક પ્રયત્નો થકી આપણી બેંકના સભાસદો અને થાપણદારોનો વિશ્વાસ કેળવવામાં સફળ રહી છે. ત્યારે હવે બૅન્કની પ્રગતી મક્કમપણે ચોકકસ થશે જ તેવી ખાત્રી કે.ડી.સી.સી.બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ કે. ગઢવીએ શનિવારે ભુજ ખાતે મળેલી બેંકની સામાન્ય સભામાં આપી હતી.
કચ્છના સહકારી ક્ષેત્રની અને ખેડૂતોની મોટામા મોટી ગણાતી ધી કચ્છ ડિસ્ટ્રકીટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકની સામાન્યસભા અને સહકારી સમેલનમાં કચ્છભર માંથી ઉપસ્થિત સભાસદો અને મંડળીઓના પ્રતિનિધિઓને પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતા બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ વધુમાં જણાવ્યું કે, કચ્છના સહકારી માળખામાં જે સક્રિય અને સારી મંડળીઓ હશે તેવી મંડળીઓને બેંક હંમેશા પ્રોત્સાહન આપશે. મંડળીના પેટાકાયદા મુજબ વહિવટ ન કરતી હોય તેવી નિષ્ક્રીય મંડળીઓ આપોઆપ બંધ થશે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા કેન્દ્રીય સહકારીકતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ સાહેબના વિઝન મુજબ સહકારી પ્રવૃતિનો વ્યાપ વધારી છેવાડાના માનવી સુધી સહકાર થી સમૃધ્ધીનું સુત્ર અપનાવી સહકારી પ્રવૃતિને મજબુત બનાવીએ.
કેન્દ્રના સહકાર મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ સહકારથી સમૃધ્ધિનું સૂત્ર હવે કચ્છમાં સાચા અર્થમાં પુરવાર થઈ રહયું છે.
કચ્છના સહકારી માળખામાં હરિકાંતી થકી સરકારી માળખામાં પ્રાણ ફુકનારા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલનું બેંક વતીથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કે.ડી.સી.સી.બેંકની પ્રગતિમાં સરહદ ડેરીનો સીંહફાળો હોવાનું ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું.
તે દરમ્યાન આ સાધારણ સભા અને સહકારી સંમેલનમાં કે.ડી.સી.સી.બેંક ઘ્વારા મોબાઈલ બેન્કીગ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને સૌની ઉપસ્થીતી વચ્ચે બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના બેંન્ક એકાઉન્ટમાં પ્રતિક રૂપે રકમ ટ્રાન્સફર કરી આ સિસ્ટમને કાર્યાવિત કરાવી હતી.
નાબાર્ડના ડી.ડી.એમ.નિરજકુમાર સિંધ પણ પ્રાસંગીક વકતત્ય આપી બેંકની કામગીરી પ્રગતિની સાથે નાબાર્ડની યોજનાઓની માહિતી આપી હતી.
આજના આ પ્રસંગે વિશેષ ઉદ્બોધન આપતા રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કે.ડી.સી.સી.બેંકની અત્યાર સુધીની પ્રગતિને સરાહનીય ગણાવી હતી અને રાપર વિસ્તારની સહકારી મંડળીઓ ધિરાણ લેવામાં અને ધિરાણ પરત કરવામાં સૌથી આગળ હોવાનો સંતોષ વ્યકત કરી કચ્છ જીલ્લામાં સહકારી પ્રવૃતિ ને વેગ મળે તેવા સહીયારા પ્રયત્નો કરવા હાકલ કરી હતી.
તેમજ તે દરમ્યાન સામાન્ય સભાની સાથે જ યોજાયેલા સહકારી સંમેલનમાં આંતરરાષ્ટ્રિી સહકારી વર્ષની ઉજવણી અને સહકારથી સમૃધ્ધિ અંતર્ગત વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આંતર રાષ્ટ્રીય સહકારીકતા વર્ષની બેંક ઘ્વારા ઉજવણી કરવામાં આવેલ જેના ભાગરૂપે વ્યસન મુકિત,સાયબર સીકયુરીટી જાગૃતી કાર્યક્રમ, લોન મેળા, પર્યાવરણને લગતા કાર્યક્રમ,વૃક્ષા રોપણ, આરોગ્ય તથા બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમો કરવામાં આવેલ છે.
કચ્છ જીલ્લા સહકારી સંઘ ધ્વારા સહકારી સંમેલનમાં સહકારી સંસ્થાઓ માટે ઉપયોગી વિવિધ અગત્યના પરિપત્રોનું વિતર્ણ કરવામાં આવ્યું હતું.
આજના હરિફાઈ ના યુગમાં બેંન્ક તેની તમામ શાખાઓ ધ્વારા NEFT & RTGS તથા માઈક્રો ATM ની સુવિધા આપે છે.તથા મંડળીની માંગણી મુજબ માઈક્રો ATM ની સુવીધા પણ આપવામાં આવશે. વીમા સુરક્ષા યોજના ધ્વારા બેંક ઘ્વારા કુલ્લે-૫૯૮૯ જેટલા સભાસદોને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.અને બેંક ઘ્વારા ધીરાણ મેળવતા તમામ સભાસદોને ફરજીયાત આ યોજનામાં જોડવા નિર્ણય લેવાયેલ છે. ચાલુ વર્ષે બેંક ધ્વારા રૂા.૨૨૦.૨૦/- કરોડનું ધીરાણ કરવામાં આવ્યું છે. તથા રૂા.૩૭૧.૩૯/-કરોડની ડિપોઝીટ મેળવવામાં આવી છે. બેંકનો CRAR-૧૦.૩૬% રહેલ છે. જે RBI ના નીયમ મુજબ સતત ૯% ઉપર જળવાતો હોઈ બેંક ઘ્વારા ચાલુ વર્ષે 0% એ પાક ધીરાણ રૂા. ૧૯૦.૭૨/- લાખ કિસાનોને પુરૂ પાડવામાં આવેલ છે. તથા બેંકની NPA ની વસુલાત રૂા.૧૮૨.૩૪/- લાખ આવી છે. તદ્ઉપરાંત ચેરમેનશ્રીએ કેન્દ્ર સરકાર/રાજય સરકાર ધ્વારા રજુ કરવામાં આવતી અન્ય યોજનાનો લાભ લેવા અનુરોધ કરેલા હતો. બેંક ઘ્વારા માઈકો એ.ટી.એમ.મારફત દુધ મંડળીઓને ચુકવણું પણ કરવામાં આવે છે. તેમજ બેંક ધ્વારા હાલે (CMS) સર્વીસ પણ ચાલુ કરવામાં આવેલ છે. જેનાથી લોકોને ઘર બેઠે પૈસાની સુવિધા પણ મળી રહે.
સાધારણ સભાની એજન્ડા કાર્યવાહી બેંકના સી.ઈ.ઓ. તુષારભાઈ એચ.પટ્ટણીએ રજૂ કરી હતી જેને સંચાલક મંડળીના સભ્યોએ ટેકો આપ્યો હતો. કાર્યક્રમમાં જીલ્લા અને તાલુકા સંઘના હોદેદારો વિવિધ અગ્રણી સહકારી સંસ્થાઓ ઔદ્યોગીક સંઘ-દુધ સંઘના હોદેદારો,એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રીઓ ઉપસ્થીત રહયા હતા.
સાંસદશ વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રમુખ, તેમજ કચ્છના ઘારાસભ્યો ધ્વારા શુભેચ્છઓ પાઠવામાં આવેલી હતી.
કાર્યક્રમનું સંચાલન બેંકના ડાયરેકટર મનુભા જાડેજાએ સંભાળ્યું હતુ. આભારવિધિ બેંકના ડાયરેકટર જયસુખભાઈ પટેલે કરી હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
