<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

બોટાદ પંથકમાં ધોધમાર વરસાદ : હિરણ નદીમાં ઘોડાપુર :બરવાળાના વહીયા ગામનો સંપર્ક તૂટ્યો

છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન હિરણ નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે અનેક રજુઆત છત ઉકેલ નહીં !

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું વહિયા ગામ હિરણ નદીમાં પૂર આવતાં ફરી એકવાર સંપર્ક વિહોણું બન્યું છે. બરવાળા અને રાણપુર તાલુકામાં થયેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે, જેનાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

વહિયા ગામ માટે આ કોઈ નવી સમસ્યા નથી. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન હિરણ નદીમાં પૂર આવતાની સાથે જ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. આ કારણે કટોકટીના સમયે, ખાસ કરીને તબીબી કટોકટીમાં, દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં કે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દાયકાઓથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને દર વર્ષે વરસાદની ઋતુ તેમના માટે મુસીબત લઈને આવે છે.ગામના લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆતો કરી છે.

 


 

(6:33 PM IST)