News of Friday, 4th July 2025
સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક વરસાદ :લખતરમાં સૌથી વધુ સાડા 3 ઈંચ અને સાયલામાં બે કલાકમાં સવા 2 ઈંચ ખાબક્યો
વઢવાણમાં 64 મિ.મી (2.5 ઈંચ), થાનગઢમાં 42 મિ.મી (1.6 ઈંચ), લીંબડીમાં 18 મિ.મી વરસાદ : ચુડા,ધ્રાંગધ્રા અને મુળીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગર : ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં 87 મિ.મી (3.4 ઈંચ), સાયલામાં 71 મિ.મી (2.8 ઈંચ), વઢવાણમાં 64 મિ.મી (2.5 ઈંચ), થાનગઢમાં 42 મિ.મી (1.6 ઈંચ), લીંબડીમાં 18 મિ.મી., ચૂડામાં 8 મિ.મી, ધાંગધ્રામાં 7 મિ.મી, મૂળીમાં 4 મિ.મી વરસાદ વરસ્યો છે. જે પૈકી સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં જ સાયલામાં 57 મિ.મી, વઢવાણમાં 42 મિ.મી, થાનગઢમાં 42 મિ.મી અને લખતરમાં 25 મિ.મી વરસાદ નોંધાયો છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
