<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

મોરબીમાં મહોરમ નિમિતે તાજીયા શનિવારે પડમાં આવશે રવિવારે ટાઢા કરાશે.

કલાત્મક 11 તાજીઓને શહેરના રાજમાર્ગો પર ફરશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોરબી શહેરમાં દાયકાઓથી 11 તાજીયા યોજાઈ છે જેમાં અલગ અલગ મહોલ્લામાં હાલમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.


મોરબી શહેરમાં મોહરમ માસ નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં શબીલના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં આજે તાજીયા પડમાં આવનાર હોય કલાત્મક તાજીયા નિર્માણ માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોરબી શહેરમાં મોચીશેરી, ભવાનીચોક, સરગીયા શેરી, સિપાઈ શેરી, મચ્છી પીઠ, નાની બજાર, કાલિકા પ્લોટ, ફૂલછાબ ચોક (વીસીપરા) અને જોન્સનગર, મકરાણીવાસ, મતવા ચોક સહિતના 11 વિસ્તારમાંથી તાજિયા નીકળશે. નોંધનીય છે કે, સેવાભાવી મુસ્લિમ યુવાનો દ્વારા છેલ્લા બે મહિનાથી રાતદિવસ મહેનત કરી તાજીયા બનાવવામાં આવી રહ્યા છે. જે kale પડમાં આવશે અને રવિવારે ટાઢા કરાશે.

(10:12 PM IST)